WhatsApp new security features: હાલ મેસેજનો પર્યાય એટલે WhatsApp. ડિજિટલ યુગમાં હાલ મેસેજીંગ એપમાં WhatsAppની ઈજારાશાહી છે, તેમ કહેવામાં પણ અતિશયોક્તિ નથી. WhatsApp પર ઘણીવાર લોકો પોતાના અંગત ડોક્યુમેન્ટસ, ફોટો અને વિડિયો શેર કરતા હોય છે. આ સાથે ઘણા લોકો WhatsApp પર આવતા ફેક મેસેજ અને કોલથી વાકેફ હોય છે. તેમ છતા ઘણા લોકો સાયબર અટેકનો ભોગ બની જાય છે.


એડવાન્સ સિક્યુરિટી ફીચર ટેસ્ટ

આવા ફ્રોડ રોકવા માટે WhatsApp દ્વારા નવું સિક્યુરિટી ફીચર લોન્ચ કરવાની તૈયારીમાં છે. WhatsApp પોતાના કરોડો ગ્રાહકો માટે એડવાન્સ સિક્યુરિટી ફીચર ટેસ્ટ કરી રહ્યું છે. WhatsApp ફીચર દ્વારા પોતાના યુઝર્સને સાયબર ફ્રોડમાં ફસાવવાથી બચાવવા માટે લાવી રહ્યું છે. આ ફીચર WhatsAppના બીટા વર્ઝનમાં જોવા મળ્યું છે. આ નવુ ફીચર WhatsApp દ્વારા હાલ ટેસ્ટિંગ હેઠળ છે.

ફેક કોલ અને મેસેજથી મળશે છૂટકારો

આ ફીચર દ્વારા WhatsAppના કરોડો યુઝર્સને ટૂંક સમયમાં જ ફેક કોલ અને ફેક મેસેજથી છૂટકારો મળી જશે. મેટાના ઈન્સ્ટન્ટ મેસેજીંગ પ્લેટફોર્મ માટે આવા જ એક ખઆસ ફીચરનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. આ ફીચર તમને WhatsApp પર આવતા ફેક કોલ અને મેસેજને રોકવાની સાથે સાથે તમારા અંગત ડેટાને સુરક્ષિત કરશે. આ ઉપરાંત તે યુઝર્સને સાયબર અટેકથી બચાવશે. આ ફીચર હાલ તો માત્ર બીટા વર્ઝનમાં જોવા મળી રહ્યું છે. WhatsAppનું આ ફીચર 'Strict Account Settings' નામથી રોલ આઉટ કરવામાં આવી શકે છે.

કોલ કે મેસેજને મર્યાદિત કરશે

WABetaInfoના અહેવાલ અનુસાર, WhatsAppના આ ફીચરને એન્ડ્રોઈડ વર્ઝન 2.25.33.4માં જોવા મળ્યું છે. આ ફીચર યુઝરના WhatsApp અકાઉન્ટની સિક્યુરિટીને વધારે સુગમ બનાવશે. આ સાથે અજાણ્યા નંબર પરથી આવતા કોલ કે મેસેજને મર્યાદિત કરી શકે છે. જે કારણે કોઈ હેકર તમને વારંવાર મેસેજ કે કોલ કરતો હશે, તો તેના મેસેજ કે કોલ તમને મળશે નહીં, આનાથી WhatsApp પર તમારું કોમ્યુનિકેશન વધુ સુલભ અને સુરક્ષિત બનશે.

Strict Accounts Settings

વર્તમાન સમયમાં વધી રહેલા સાયબર ક્રાઈમ અને સાયબર અટેકને કારણે WhatsApp આ ફીચરને Strict Accounts Settings મોડના નામથી જોવા મળ્યું છે. જેનો સ્ક્રિનશોટ પણ શેર કરવામાં આવ્યો છે. જેમાં આ ફીચર જોવા મળી શકે છે. Strict Acconts Settings માં મેસેજ અને કોલ ઉપરાંત મીડિયા અટેચમેન્ટ, લિંક પ્રિવ્યુ ડિસેબલ, સાયલન્સ અનનોન કોલ્સ, ગૃ઼પ્સ, ટૂ સ્ટેપ વેરિફિકેશન જેવા ઓપ્શન મળશે. યુઝર્સ પોતાના હિસાબથી તમે WhatsApp new security features દ્વારા સિક્યુરિટી સેટ કરી શકો છે.


  • Follow us on: