પ્રધાનમંત્રી જે સ્થળે નિવાસ કરે છે તે જગ્યા ફરી ચર્ચામાં આવી છે. અહીં આવતા લોકોએ જણાવ્યુ છે કે, આ ઘરમાં આત્માઓ વસે છે. અહીં નકારાત્મક શક્તિઓનું સામ્રાજ્ય છે. આ વાત છે જાપાનના પ્રધાનમંત્રી આવાસની. પીએમનું સત્તાવાર સરકારી આવાસ 'સોરી કેટઇ' વર્ષો સુધી ખાલી પડ્યુ હતુ. તેમાં કોઇ પીએમ વસવાટ કરવા તૈયાર ન હતા.


પીએમ હાઉસ અંગે શુ છે ચર્ચા ?

એક વર્ષ પહેલા કિશિદા તેમાં પોતાની ઇચ્છા વિરુદ્ધ રહેવા ગયા હતા. સુરક્ષા કારણોસર તેઓએ આ કાર્ય કરવું પડ્યુ હતુ. પરંતુ હકીકત એ છે કે, જાપાનના કોઇપણ પીએમ આ નિવાસસ્થાનમાં રહેવા ઇચ્છતા નથી. અને તેનું કારણ છે કે આ ઘર ભૂત બંગ્લા તરીકે ઓળખાય છે. જાપાનના પીએમ હાઉસ તોક્યોમાં પીએમ કાર્યાલયની બાજુમાં જ છે. વર્ષ 1930ના દશકમાં અહીં બે મોટા કાંડ થયા હતા. વર્ષ 1932માં પીએમ ઇનુકાઇ ત્સુયોશીની હત્યા કરવામાં આવી હતી. અને વર્ષ 1936માં વિદ્રોહી સૈનિકોએ તેના પર હુમલો કર્યો હતો. આ હુમલામાં તે સમયના પીએમ કેઇસુકે ઓકાદાના સંબંધી સહિત 4 લોકોની હત્યા કરવામાં આવી હતી.

સ્થાનિકો કહે છે 'ભૂતનુ સ્થળ'

આ ઘટના બાદ આ નિવાસસ્થાનમાં કોઇપણ રહેવા કે આવવા પણ તૈયાર નથી. મૃત્યુ પામેલા લોકોની આત્મા અહીં ભટકે છે. અને આવાજો પણ સંભળાય છે. આ નકારાત્મક ઘટનાઓ બાદ સ્થાનિકોએ આ નિવાસસ્થાનને 'ભૂતનુ સ્થળ' નામ આપ્યુ હતુ. જાપાનના લોકો તથા નેતાઓમાં હવે આ સ્થળ માટે મનમાં બીક પેસી ગઇ હોવાનું જાણવા મળ્યુ છે. અગાઉના પીએમ શિંજો આબે, યોશિહિદે સુગા, ફુમિયો કિશિદા પણ આ ઘરમાં રહેવા માટે મનાઇ ફરમાવી ચુક્યા છે.

નકારાત્મક શક્તિઓનો નિવાસ

આ પીએમ નિવાસસ્થાનમાં મંત્રોચ્ચાર દ્વારા વિધિઓ પણ કરવવામાં આવી છે. પરંતુ આ ઘર વિશે કહેવામાં આવે છે કે, તે રહસ્યમય છે. વર્ષ 2001માં તત્કાલીન પીએમ જુનિચીરો કોઇજુમીએ પીએમ હાઉસમાં પૂજ વિધિઓ કરાવી હતી. ઘરમાંથી નકારાત્મક શક્તિઓ બહાર જાય તે માટે આ પ્રક્રિયા કરાઇ હતી. જાપાન પીએમ આવાસ અને તેમનું કાર્યાલય સાથે જ જોડાયેલું છે. પીએમ રેજિડેન્સ સેક્રેટીએટ આ સંપૂર્ણ નિવાસસ્થાનનું ધ્યાન રાખે છે. તેમાં સુરક્ષા, અતિથિ સત્કાર, સફાઇ વગેરે સ્ટાફનો પણ સમાવેશ કરવામાં આવે છે. 

  • Follow us on: