- વોટ્સએપમાં ચેનલ અને બિઝનેશ એકાઉન્ટમાં દેખાશે બ્લુ ટિક
- જૂન મહિનામાં માર્ક ઝકરબર્ગે આ અંગે કરી હતી જાહેરાત
- તમામ પ્લેટફોર્મ પર વેરિફિકેશન બેજ એક સરખું બનાવવાની યોજના
મળતી માહિતી મુજબ વોટ્સએપ વેરિફાઈડ કરેલ ચેનલો અને બિઝનેસ એકાઉન્ટ્સ માટે લીલા રંગના વેરિફિકેશન બેજને બ્લુ ટિક સાથે બદલવાની યોજના બનાવી રહ્યું છે. WABetaInfoના અહેવાલ મુજબ Metaના આ મેસેજિંગ પ્લેટફોર્મે આઈફોન વપરાશકર્તાઓ માટે ટેસ્ટફ્લાઇટ બીટા પ્રોગ્રામ દ્વારા એક નવું અપડેટ જાહેર કર્યું છે. જેનું વર્ઝન 24.16.10.72 છે અને તે કેટલાક બીટા ટેસ્ટર્સ માટે ઉપલબ્ધ છે.
નવું બ્લુ વેરિફિકેશન ટિક કેવું દેખાશે?
રિપોર્ટમાં એક સ્ક્રીનશૉટ પણ શેર કરવામાં આવ્યો છે જેમાં બતાવવામાં આવ્યું છે કે નવું બ્લુ વેરિફિકેશન ટિક કેવું દેખાશે. તાજેતરમાં વોટ્સએપે એન્ડ્રોઇડ યુઝર્સ માટે પણ બ્લુ વેરિફિકેશન બેજનું ટેસ્ટિંગ શરૂ કરી દીધું છે. આ ફેરફાર સાથે ફેસબુકની પેરેન્ટ કંપની મેટા તેના તમામ પ્લેટફોર્મ પર વેરિફિકેશન બેજના દેખાવને એકસમાન બનાવવાની યોજના બનાવી રહી છે.
શા માટે બદવામાં આવે છે?
આ બદલાવનો હેતુ યુઝર્સને વોટ્સએપ પર વાસ્તવિક એકાઉન્ટ્સ ઓળખવામાં અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવી અન્ય મેટા સેવાઓ પરના એકાઉન્ટ્સ સાથે મેચ કરવામાં મદદ કરવાનો છે. આ નવું ટિક યુઝર્સને વિવિધ સેવાઓ પર વેરિફાઈડ એકાઉન્ટને સરળતાથી ઓળખવામાં મદદ કરશે અને બ્રાન્ડની ઓળખમાં પણ વધારો કરશે.
જૂનમાં કરવામાં આવી હતી જાહેરાત
જૂન મહિનામાં માર્ક ઝકરબર્ગે કેટલાક દેશોમાં કેટલાક બિજનેસ માટે વોટ્સએપ માટે મેટા વેરિફાઇડની જાહેરાત કરી હતી. રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે કેટલાક યુઝર્સ જેઓ બીટા પ્રોગ્રામનો ભાગ નથી, જો તેઓએ હાલમાં અપડેટ ઇન્સ્ટોલ કર્યુ હોય તો તેઓ પણ વેરિફાઈડ ચેનલ અને બિઝનેશ માટે નવું બ્લુ ટિક જોઈ શકે છે.
આગામી અઠવાડિયામાં વધુ લોકોને જોવા મળશે.
વોટ્સએપ ધીમે-ધીમે આ ફેરફારને લાગુ કરી રહ્યું છે, તેથી અલગ-અલગ વર્ઝનના યુઝર્સને આ ફેરફાર દેખાવાનું શરૂ થઈ શકે છે. જે યુઝર્સ જલદી જોવા માગે છે તેઓ ટેસ્ટફ્લાઇટ એપ્લિકેશનમાંથી iOS માટે વોટ્સએપ બીટા ડાઉનલોડ કરી શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આગામી અઠવાડિયામાં વધુ લોકોને બ્લુ ટિક દેખાવાનું શરૂ થઈ જશે.