• મકાઈનું ફાઈબર ડાયાબિટીસના દર્દીઓ માટે લાભદાયી
  • કબજિયાતની સમસ્યાઓને દૂર કરવામાં મકાઈના લોટનું કરો સેવન
  • શિયાળાની ઠંડી સામે રક્ષણ મેળવવામાં આ રોટલી કરશે મદદ

શિયાળાની સીઝનમાં મકાઈના લોટની રોટલી અને સરસોનું શાક ખાસ માનવામાં આવે છે. તમે પણ આ સીઝનમાં મકાઈના લોટની રોટલી ખાઓ છો. તો શું તમે જાણો છો કે આ લોટની રોટલી ખાવાથી તમને કેટલા ફાયદા મળે છે. નહીં ને...મકાઈના લોટની રોટલી શિયાળાની સીઝનમાં શરીર માટે લાભદાયી માનવામાં આવે છે. તેમાંથી વિટામિન એ,બી, ઈ, કોપર, ઝિંક, પોટેશિયમ સહિત અનેક પોષક તત્વો મળે છે. આ તમામ તત્વો શરીર માટે જરૂરી માનવામાં આવે છે. તો જાણો કયા રોગમાં લાભદાયી રહેશે.

ડાયાબિટીસ

શુગરના દર્દીઓ માટે આ રોટલીનું સેવન લાભદાયી માનવામાં આવે છે. તેમાં વધારે પ્રમાણમાં ફાઈબર હોય છે જે ઈન્સ્યુલિન બેલેન્સને કંટ્રોલ કરે છે. તેનાથી શુગર લેવલ કંટ્રોલમાં રહે છે.

કબજિયાત

મકાઈની રોટલીમાં વધારે પ્રમાણમાં ફાઈબર હોય છે જે પેટના હાનિકારક પદાર્થો બહાર કાઢવામાં મદદ કરે છે. તેના નિયમિત સેવનથી પેટની બીમારીઓ જેમકે અપચો, કબજિયાત, પેટદર્દ દૂર થાય છે.

શરીરને રાખે ગરમ

શિયાળામાં શરીરને ગરમ રાખવા માટે ગરમ ચીજોનું સેવન કરાય છે. મકાઈની તાસીર ગરમ હોય છે. તેની રોટલી ખાવાથી શરીર ગરમ રહે છે. શિયાળામાં ઠંડી ઓછી લાગે માટે આ રોટલી ખવાય છે.

લોહીની ખામી

મકાઈની રોટલીમાં પૂરતા પ્રમાણમાં ઝિંક, આયર્ન, બીટા કેરોટીન હોય છે જે શરીરમાં લોહીની ખામીને પૂરી કરવામાં મદદ કરે છે. એનિમિયાના દર્દીઓએ મકાઈની રોટલીનું સેવન નિયમિત રીતે કરવું.

ગર્ભવતી મહિલાઓ માટે

આ મહિલાઓએ મકાઈની રોટલી ખાવી કેમકે તેનાથી ફોલિક એસિડ ઘટતો નથી. બાળકો અને માતાની હેલ્થ માટે લાભદાયી રહે છે. ગર્ભવતી મહિલાઓએ મકાઈની રોટલી ખાતા પહેલા ડોક્ટરની સલાહ લેવી. 

  • Follow us on: