• મકાઈના લોટની મદદથી બનાવો ખીચું
  • ગરમાગરમ ખીચું હેલ્થની સાથે ટેસ્ટમાં પણ બેસ્ટ
  • ફટાફટ બની જતો આ નાસ્તો પરિવારને આવશે પસંદ

શિયાળાના ઠંડા પવનની શરૂઆત થઈ ચૂકી છે. આ સમયે જો તમે તમારા બ્રેકફાસ્ટમાં પણ સીઝન અનુસાર ફેરફાર લાવવા ઈચ્છો છો તો તમે ઘરે જ સરળતાથી ટેસ્ટી અને હેલ્ધી ગરમાગરમ બ્રેકફાસ્ટ તૈયાર કરી શકો છો. આ બ્રેકફાસ્ટથી તમને ટેસ્ટ અને હેલ્થમાં પણ ફાયદો થશે. તો જાણો રોજિંદા ચોખાના લોટથી તૈયાર થતું ખીચું તમે સીઝનના મકાઈના લોટથી કેવી રીતે ફટાફટ તૈયાર કરી શકશો. શિયાળામાં મકાઈનો લોટ હેલ્થ માટે ફાયદારૂપ રહે છે તો તમે તેના રોટલા સાથે આ ગરમાગરમ વાનગી પણ તૈયાર કરી શકો છો. તો જાણો સરળ સ્ટેપ્સની રેસિપિ.

મકાઈના લોટનું ખીચું

સામગ્રી

-2 કપ મકાઈનો લોટ

-4 કપ પાણી

-4 ટેબલ સ્પૂન લસણની પેસ્ટ

-4 ટેબલ સ્પૂન લીલા મરચાંની પેસ્ટ

-2 ટી સ્પૂન અજમો

-મીઠું સ્વાદાનુસાર

-તેલ જરૂર મુજબ

રીત

સૌપ્રથમ એક નોન સ્ટિક પેનમાં થોડું તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં લસણની પેસ્ટ નાખીને સાંતળો. ત્યાર બાદ તેમાં પાણી, મીઠું અને અજમો નાંખીને પાણીને ઉકળવા દો. એક ઉભરો આવે એટલે તેમાં ધીમે-ધીમે મકાઈનો લોટ નાખો. સતત હલાવતા રહો. ગઠ્ઠા ના રહે તે વાતનું ખાસ ધ્યાન રાખવું. દસ મિનિટ સુધી ધીમા તાપે ચઢવા દેવુ. વચ્ચે-વચ્ચે હલાવતા રહેવું. વેલણથી હલાવશો તો વધારે સરળતાથી હલાવી શકશો. લોટ ચઢી જાય એટલે ગેસ બંધ કરીને ગરમા-ગરમ ખીચા પર કાચું તેલ નાંખીને બ્રેકફાસ્ટમાં સર્વ કરો. 

  • Follow us on: