- સ્કીનને નિખાર આપશે અલોવેરા-ગુલાબજળ
- વિટામિન ઈનો ઉપયોગ પણ સ્કીનને આપશે ચમક
- અલોવેરા-લીંબુનો રસ એન્ટીઓક્સીડન્ટ માસ્કનું કરશે કામ
ચોમાસાની સીઝન ચાલી રહી છે અને તે એ સીઝન છે જ્યારે સ્કીન સામાન્ય કરતા પણ બેજાન દેખાવવા લાગે છે. આ સમયે લોકો ચહેરાની શુષ્કતાને દૂર કરવા માટેના અનેક ઘરેલૂ નુસખા અપનાવે છે. પણ જો તમે અલોવેરાના કેટલાક નુસખા અપનાવશો તો તમારી સ્કીન ઓછા ખર્ચે ચમકવા લાગશે. આ ઉપાયો એવા છે કે જેની સાઈડ ઈફેક્ટ પણ થશે નહીં. અલોવેરા સ્કીન માટે દવાનું કામ કરે છે. તેમાં એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે. તેના ઉપયોગથી ચહેરા પર પ્રોટેક્ટિવ લેયર બને છે અને સ્કીન સોફ્ટ બને છે. તો જાણો કઈ રીતે ચહેરા પર અલોવેરા લગાવવાથી ફાયદો થશે.
અલોવેરા અને મધ
જ્યારે ચહેરો ડ્રાય અને બેજાન દેખાવવા લાગે તો તમારે વધારે કંઈ કરવાની જરૂર નથી, તેની પર અલોવેરા અને મધ મિક્સ કરીને લગાવો. 2 ચમચી અલોવેરાનો પલ્પ લો અને તેમાં 1 ચમચી મધ મિક્સ કરો. આ મિશ્રણમાં એક પાકું કેળું પણ મિક્સ કરી શકાય છે. તેને ફેસ પર 20 મિનિટ રહેવા દો અને પછી ચહેરો ધોઈ લો.

અલોવેરા અને ગુલાબજળ
સ્કીનને ગ્લોઈંગ લૂક આપવા માટે અલોવેરાનો આ પેક ફાયદારુપ રહેશે. એક ચમચી અલોવેરામાં 1 ચમચી ગુલાબજળ મિક્સ કરો. તેને 20 મિનિટ લગાવીને રાખો અને પછી તેને સાદા પાણીથી ધોઈ લો. ચહેરા પર તાજગી અનુભવાશે.
અલોવેરા અને વિટામિન ઈ
વિટામિન ઈ સ્કીનને અનેક રીતે ફાયદો આપે છે. 2 ચમચી અલોવેરામાં એક વિટામિન ઈની કેપ્સ્યૂલ મિક્સ કરો. તેને ફેસ પર લગાવી લો અને પછી ચહેરો ધોઈ લો, સ્કીન પર ચમક અને નિખાર આવશે.
અલોવેરા અને લીંબુનો રસ
લીંબુ અને અલોવેરા ફેસ માટે સારા એન્ટી ઓક્સીડન્ટ્સનું કામ કરે છે. નેચરલ માસ્કને બનાવવા માટે એક ચમચી લીંબુના રસ અને એક ચમચી અલોવેરા જેલની સાથે મિક્સ કરીને ફેસ પર લગાવો. પેસ્ટને 15 મિનિટ લગાવીને રાખ્યા બાદ ધોઈ લો. ચહેરો ચમકી જશે.

અલોવેરા અને બ્રાઉન શુગર
અલોવેરાને ફેસ પેક માટે નહીં પણ ફેસ સ્ક્રબ માટે પણ ઉપયોગમાં લઈ શકાય છે. ફેસ સ્ક્રબને બનાવવા માટે અલોવેરામાં બ્રાઉન શુગર મિક્સ કરો અને હળવા હાથે ફેસ પર ઘસો. આ સ્ક્રબ ડેડ સ્કીન સેલ્સને દૂર કરવામાં અસર કરશે.
અલોવેરા અને હળદર
એક ચમચી અલોવેરામાં એક ચમચી મધ, હળદર અને ગુલાબજળ મિક્સ કરો. તેને ફેસ, ગળા પર 20 મિનિટ લગાવીને રાખો. આ પછી ચહેરો ધોઈ લો. ચહેરો નિખારવાળો અને ચમકદાર જોવા મળશે.