- બોલિવૂડના લગ્નમાં બદલાયો ટ્રેન્ડ
- ફ્યૂશિયા પિંક બોર્ડરની ગોલ્ડન કાંચીપુરમ સાડીમાં આથિયાએ લીધા ફેરા
- ટેમ્પલ જ્વેલરીમાં આથિયાએ આપ્યો બ્યૂટીફૂલ લૂક
બોલિવૂડમાં હાલમાં લગ્નની સીઝન ચાલી રહી છે. હાલમાં સુનીલ શેટ્ટીની દીકરી આથિયાએ ક્રિકેટર કેએલ રાહુલ સાથે લગ્ન કર્યા તો હવે એક્ટ્રેસ નીના ગુપ્તાની દીકરી મસાબા ગુપ્તાએ પણ ચૂપકેથી લગ્ન કરી લીધા છે. જો તમે લગ્નમાં દુલ્હનના લૂક અને ટ્રેન્ડની વાત કરો તો તેમાં હવે ચલણ બદલાઈ રહ્યું છે. પરંપરાગત અને પાનેતરને બદલે બોલિવૂડના સિતારાઓ અલગ આઉટફિટને પસંદ કરી રહ્યા છે અને ખાસ જ્વેલરીને પણ પસંદ કરી રહ્યા છે. તેઓ પોતાના લૂકને કમ્પલીટ કરવામાં અનેક વિવિધ જ્વેલરીની મદદ લે છે.
હાલમાં જ સુનીલ શેટ્ટીની દીકરી આથિયા શેટ્ટી અને ક્રિકેટર કેએલ રાહુલ લગ્નના બંધનમાં બંધાયા છે. બંનેએ સુનીલના ખંડાલાના બંગલામાં અગ્નિને સાક્ષી માનીને 7 ફેરા લીધા છે. આ સેરેમનીને તેઓએ ક્લોઝ ફ્રેન્ડસ અને ફેમિલિની સાથે પૂર્ણ કરી હતી અને સાથે બંનેના લગ્નના ફોટો પણ સામે આવ્યા છે. તેમાં આથિયા અને રાહુલ એકમેકનો હાથ પકડીને ફેરા લેતા જોવા મળી રહ્યા છે. આ સમયે આથિયાના બ્રાઈડલ લૂકે ધ્યાન ખેંચ્યું છે.
આથિયાએ પહેરી ટેમ્પલ જ્વેલરી
મૂર્હૂતની વિધિ માટે તૈયાર આથિયાએ સંપૂર્ણ રીતે ટ્રેડિશનલ સાઉથ ઈન્ડિયન આઉટફિટ પહેર્યા હતા. ફ્યૂશિયા પિંક કલરના બોર્ડરની ગોલ્ડન કાંચીપુરમ સાડીમાં આથિયા સુંદર લાગી રહી હતી. તેની સાથે તેઓએ ટેમ્પલ જ્વેલરી પહેરી છે. ચોકર નેકપીસ અને મેચિંગ ઝુમકા પર લાલ અને લીલા રંગના સ્ટોનનું કામ કરાયું છે, જે વધારે આકર્ષક લૂક આપે છે. એક્ટ્રેસે પોતાને ગોલ્ડન બંગડીઓ, ડાયમંડ રિંગ્સ, ટીકો અને ઈયરિંગ્સથી સજાવી છે. આથિયાએ એક ફોટો ઈન્સ્ટા સ્ટોરી પર શેક કરતા કેપ્શનમાં લખ્યું કે, 'નાનીના ઝુમકા.'
લહેંગાને તૈયાર કરવામાં કેટલો લાગ્યો સમય
આથિયાના આ લહેંગા પર બારીક એમ્બ્રોડરી કરાઈ હતી. જે તેને સુંદર ટ્રેડિશનલ બનાવી રહી હતી. તેના આ મોંઘા લહેંગાને તૈયાર કરવામાં 10000 કલાકનો સમય લાગ્યો હતો. તેનો અર્થ એ કે તેને તૈયાર કરવામાં 416 દિવસ લાગ્યા હતા. આ એલિગન્ટ લહેંગા પર ચિકનકારી વર્ક કરાયું હતું. તેમાં ફલોરલ પેટર્નની એમ્બ્રોડરી જોવા મળી રહી હતી. લહેંગાની સાથે આથિયાએ ડીપ નેકલાઈનની ફૂલ સ્લીવ્સ મેચિંગ ક્રોપ ચોલી પહેરી હતી. તેની પર હાથની કારીગરીનું કામ કરાયું હતું. જેની પર જરદોશી અને જાળ વર્ક જોવા મળી રહ્યું છે. દુલ્હનના લુકને કમ્પ્લીટ કરવા માટે તેણે ડબલ દુપટ્ટાને કેરી કર્યા. તેને સિલ્ક અને ઓર્ગેન્ઝા ફેબ્રિકથી તૈયાર કરાયા હતા. જ્વેલરી માટે તેણે પોલ્કી નેકલેસ, મેચિંગ ઈયરિંગ્સ, સ્ટેટમેન્ટ માંગ ટીકા, કડા સેટ અને એન્ગેજમેન્ટ રિંગ પહેરી હતી. મેકઅપને આથિયાએ પોતાના લહેંગાની સાથે મેચ કરતા લાઈટ રાખ્યો હતો.