ઉનાળાની કાળઝાળ ગરમીની રાહત મેળવવા આપણે અનેક ઉપાયો કરીએ છીએ. યુવતીઓ પોતાની સુંદર ત્વચા જાળવી રાખવા ઘરની બહાર નીકળે ત્યારે સનસ્ક્રીન લોશન લગાવે છે તો કેટલીક યુવતીઓ દુપટ્ટા બાંધ્યા વગર ગરમીમાં બહાર નીકળતી નથી. છતાં પણ કેટલીક વખત લ સૂર્યના સંપર્કમાં આવતા ત્વચા ટેન થઈ જાય છે. આ ટેન થયેલ ત્વચાની ચમક પાછી લાવવા યુવતીઓ બ્યુટિ પાર્લરની મુલાકાત લેતી હોય છે.


ત્વચાની ચમક પાછી લાવવા ઘરેલુ ઉપચાર 

પરંતુ યુવતીઓ ત્વચાની ચમક પાછી લાવવા ઘરેલુ ઉપચાર કરી શકે છે. અત્યારે કેરીની જેમ બજારમાં વેચાતું પપૈયું તમારી ત્વચાની ચમક વધારી શકે છે. ત્વચા માટે પપૈયું ખૂબ જ ઉપયોગી છે. પપૈયામાં વિટામિન A, C, E અને એંટી-ઓક્સિડન્ટ્સ હોય છે, જે ત્વચાની ટેનિંગ તેમજ ડલ પડેલ ત્વચાની ચમક વધારવામાં વધુ મદદરૂપ બને છે.

પપૈયાના ઉપયોગથી ત્વચાને થશે લાભ

  • કુદરતી એક્સ્ફોલિયેશન : પપૈન નામના એક કુદરતી તત્ત્વો પપૈયામાં રહેલુ છે જે મૃત ત્વચાને દૂર કરવામાં અને ખુલ્લા છિદ્રોને બંધ કરવામાં મદદ કરે છે. પપૈયાના ઉપયોગથી ચહેરાની સુંદરતા વધે છે.
  • વૃદ્ધત્વ વિરોધી ગુણધર્મો : પપૈયામાં બીટા-કેરોટીન નામનું એન્ટીઑકિસડન્ટ રહેલુ છે. આ ગુણધર્મને કારણે પપૈયાના ઉપયોગથી અકાળે વૃદ્ધત્વ આવતું નથી. પપૈયાનો ફેસ માસ્ક ચહેરા પર લગાવવાથી કરચલીઓ દૂર થાય છે. આ સાથે પપૈયાનું સેવન કબજીયાતની સમસ્યામાં પણ રાહત આપે છે. 
  • ખીલ અને ડાઘ દૂર કરો : પપૈયામાં રહેલું પપૈન બળતરા અટકાવવામાં મદદ કરે છે. પપૈયામાં એન્ટિ-માઇક્રોબાયલ ગુણ જોવા મળે છે, જે ખીલ ઘટાડવા તેમજ ડાઘ દૂર કરવામાં મદદ કરે છે. ખીલ ઘટાડવા માટે પપૈયાને ખીલ પર લગાવો.
  • ત્વચાની ચમક પાછી લાવશે: પૈયામાં પોટેશિયમ જોવા મળે છે, જે ત્વચાને હાઇડ્રેટ કરે છે અને ભેજયુક્ત બનાવે છે. આ ઉપરાંત પપૈયામાં વિટામિન સીની હાજરીના કારણે ત્વચાને સૂર્યના નુકસાનથી બચાવે છે. અને ત્વચાની ખંજવાળને પણ શાંત કરે છે. સૂર્યની ગરમીના કારણે ટેન થયેલ ત્વચાની ચમક પાછી મેળવવા પપૈયામાં મધ અને દહીં મિક્સ કરીને ત્વચા પર લગાવવાથી લાભ થશે.

આ રીતે બનાવો ફેસમાસ્ક

પપૈયાનો ઉપયોગ કરવા ફેસ માસ્ક બનાવી શકો છો. આ માટે પહેલા પક્વેલું પપૈયું મસળી લો. પછી તેમાં થોડું મધ કે દહીં ઉમેરી તેની પેસ્ટ બનાવો. આ પેસ્ટ ચહેરા પર 15-20 મિનિટ લગાવ્યા બાદ ચહેરા સ્વચ્છ પાણીથી ધોઈ લો. પપૈયાના આ ફ્રેશ ફેશમાસ્કથી તમારી ત્વચા વધુ સુંદર બનશે. આ ફેસ પેક લગાવવાથી નિસ્તેજ ત્વચા ચમકદાર બનશે અને તમે વધુ યુવાન દેખાશો.


Disclaimer: આ માહિતી માત્ર જાણકારી માટે છે, સંદેશ તેની પુષ્ટિ કરતું નથી. કોઈપણ ઉપચાર કરતાં પહેલા નિષ્ણાંતની સલાહ લેવી આવશ્યક છે.

  • Follow us on: