ગૃહિણીઓ શાકભાજી લીધા બાદ કાયમ એક ખાસ વસ્તુ માગે છે. આ વસ્તુ વગરન તેમના પકવાન પણ ફીકા પડે છે. ઘરમાં બનતી રસોઈની મોટાભાગની વાનગીઓમાં આ વસ્તુને ઉમેરવામાં આવે છે. આ વસ્તુ છે લીલા ધાણા જેને કોથમીર પણ કહે છે. ખાસ કરીને દાળ-શાકમાં કોથમીર ઉમેરવી એક રિવાજ છે. કોથમીર વિના વાનગી અધૂરી લાગે છે. વાનગીમાં ઉપર લેવાતો આ ખાસ મસાલો કોથમીરમાંથી વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટીઓક્સીડન્ટસ મળે છે સ્વાસ્થને જરૂરી ફાયદા પહોંચાડે છે.


ખોરાકને સ્વાદિષ્ટ અને સુંદર બનાવનાર કોથમીર સ્વાસ્થ્ય માટે કેટલી ફાયદાકારક છે તે જાણીએ. આ લાભ જાણ્યા બાદ કોઈપણ તેને ભોજનમાંથી દૂર કરશે નહી.

  • વિટામિન સી, વિટામિન એ જેવા ઘણા પોષક તત્વોથી ભરપૂર કોથમીર શરીરમાંના સોજાને ઓછું કરવામાં મદદ કરે છે. તેમજ કોથમીરમાં રહેલ વિટામિન એ આંખો માટે પણ ફાયદાકારક છે·તે દ્રષ્ટિ સુધારવામાં મદદ કરે છે · 
  • કોથમીર એક સારી બોડી બેલેન્સર છે. તેના દરરોજ ઉપયોગથી તમે સિઝનલ બીમારીઓથી બચી શકાય છે. તેમજ લિવરની બિમારીમાં પણ ફાયદાકર છે. સાથે પાચન અને આંતરડાના આરોગ્યને પણ સ્વસ્થ રાખે છે.
  • કોથમીર સ્વભાવથી શીતલ છે. ઉકાળીને તેનો કઢો પીવાથી શરીરમાંથી વધારાની ગરમી દૂર થાય છે અને આંતરિક ઠંડક મળે છે.
  • કોથમીરનું પાણી યૂરિન બર્નિંગ (મૂત્રમાં જ્વાળાઘટકતા) અને યૂરિનને ધીમે ધીમે બહાર કાઢવાની સમસ્યા દૂર કરે છે. યુરિનરી ટ્રેકને સાફ રાખે છે.
  • કોથમીર ગેસ, એસિડિટી, અજીર્ણ અને પેટફૂલવાની સમસ્યામાં ફાયદાકારક છે. એ પાચનશક્તિ વધારવામાં પણ મદદ કરે છે.
  • અભ્યાસ દર્શાવે છે કે કોથમીરનું સેવન બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદરૂપ બને છે, ખાસ કરીને જ્યારે તેનો રસ ખાલી પેટે લેવામાં આવે.
  • કોથમીરનું પાણી અથવા તેનો રસ ત્વચાને અંદરથી ઠંડક આપે છે અને ખંજવાળ જેવી ત્વચાની સમસ્યાઓમાં રાહત આપે છે.
  • કોથમીર લીવર અને કિડનીને ડિટોક્સ કરવા માટે સહાયક છે. તે શરીરમાંથી ઝેરી તત્વો દૂર કરવામાં મદદ કરે છે.
  • મહિલાઓમાં માસિક ધર્મ વખતે થતા દુઃખાવા અથવા અનિયમિતતા માટે પણ ધાણાનું સેવન લાભદાયક માનવામાં આવે છે.
  • કોથમીર પેટ સાથે સંકળાયેલ સમસ્યાઓ દૂર કરે છે. તેમજ શરીરમાં લોહી વધારવા માટે ઉપયોગી સાબિત થઇ શકે છે
  • ઉનાળામાં કોથમીરનું સેવન શરીર માટે ખૂબ જ લાભદાયક માનવામાં આવે છે. આયુર્વેદમાં પણ ધાણાને ઠંડકદાયક અને પાચનશક્તિ વધારનાર માનવામાં આવ્યો છે. 

એક દિવસમાં એક વખત, વધુમાં વધુ બે વખત પૂરતું તમે કોથમીર અને કોથમીરના રસનું સેવન કરી શકો છો. જો તમે કોઈ નિયમિત દવા લેતા હોવ અથવા તો ગંભીર બીમારી હોય તો ડોકટરની સલાહ મુજબ કોથમીરનું સેવન કરવું જોઈએ.

Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. સંદેશ ન્યૂઝ આ મામલે પુષ્ટી કરતું નથી. કોઈપણ સૂચનનો અમલ કરતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. 

  • Follow us on: