- ગુજરાતમાં કચ્છ રહેશે બેસ્ટ
- કર્ણાટકનું કૂર્ગ પણ છે ખાસ
- ગોવામાં કરો રજાનો પ્લાન, મળશે આનંદ
નવા વર્ષમાં ફરવાનો પ્લાન કરી રહ્યા છો તો ટ્રિપ પર જવાનો પ્લાન કરતા પહેલા તમે દેશની કેટલીક જગ્યાઓને પ્લાન કરી શકો છો. જાન્યુઆરીમાં ઠંડી પડે છે એવામાં ઘરથી બહાર નીકળવાનું મુશ્કેલ બને છે. ક્યાંક પારો 1 ડિગ્રી સેલ્સિયસથી નીચે આવે છે. એવામાં તમે અહીં ટ્રિપ પ્લાન કરી શકો છો. બેસ્ટ ન્યૂ યરની પાર્ટી સેલિબ્રેશન માટે આ જગ્યાઓ ખાસ રહે છે.
કચ્છ
નવા વર્ષમાં ફરવાનો પ્લાન છે તો તમે લિસ્ટમાં ગુજરાતના કચ્છને સામેલ કરી શકો છો. અહીં અનેક મહિનાનો મહોત્સવ છે. આ જગ્યાએ દુનિયાભરથી લોકો ફરવા આવે છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી અહીં ટૂરિસ્ટ સીઝન રહે છે. આ જગ્યાએ ઉંટની સવારી કરવું રોમાંચક રહેશે. કડકડતી ઠંડીમાં કચ્છના રણનું તાપમાન 27-30 ડિગ્રી સેલ્સિયસ રહે છે.
કુર્ગ
કર્ણાટકનું કુર્ગ પણ નવા વર્ષે ફરવા માટે સારી જગ્યાઓમાંની એક છે. ભારતના સ્કોટલેન્ડ નામથી જાણીતી આ જગ્યાનું તાપમાન જાન્યુઆરીમાં અન્ય વિસ્તારોથી ઓછું રહે છે. અહીંની સુંદરતા, ચા-કોફીના બગીચા વર્ષની સારી શરૂઆત કરાવી શકે છે. અહીં ફરવાનો ખર્ચ પણ ઓછો આવે છે.
જેસલમેર
રાજસ્થાન ગરમ પ્રદેશમાં આવે છે. જાન્યુઆરીમાં જેસલમેર ફરવાનું તમારા માટે રોમાંચક રહે છે. નવા વર્ષમાં આ જગ્યાનું તાપમાન 12-25 ડિગ્રી સેલ્સિયસ રહે છે. ગોલ્ડન સીટીના નામે જાણીતું જેસલમેર અને તેના તળાવો, હવેલીઓ અને જૈન મંદિર નવા વર્ષના સેલિબ્રેશનની રજાઓને ખાસ બનાવશે.
ગોવા
યૂથને સૌથી વધારે પસંદ આવનારી જગ્યામાં ગોવામાં નવા વર્ષની ઉજવણી ખાસ બને છે. આ જગ્યા નવા વર્ષે ટૂરિસ્ટ માટે ખાસ રહે છે. ઠંડીમાં અહીં ગરમાવો અનુભવાય છે. અહીં સમુદ્રી બીચ પર સમય વીતાવવાનું ખાસ રહે છે. અહીં ઓછા બજેટમાં લહેરોની સાથે ટેસ્ટી ભોજનનો સ્વાદ પણ માણી શકાય છે.