- પહાડોની રાણી શિમલામાં દોસ્તોની સાથે કરી શકો છો ટૂર
- દેવદારના જંગલોથી ઢંકાયેલું અને બરફાચ્છાદિત ડેલહાઉસી છે પરફેક્ટ
- મિત્રો સાથે ફરવા જવા માટે બિંસર છે પરફેક્ટ
શિયાળાની શરૂઆત થઈ છે. આ સમયે અનેક લોકો ફરવાનું પ્લાનિંગ કરે છે. ખાસ કરીને ડિસેમ્બરમાં ફરવાની મજા અલગ જ છે. જ્યારે ઠંડી ધીરે ધીરે વધે છે ત્યારે અનેક જગ્યાઓએ સ્નોફોલ પણ શરૂ થાય છે. અનેક લોકો આ મહિને ક્રિસમસ કે નવા વર્ષે ફરવાનું પ્લાનિંગ કરે છે. તો જાણો ડિસેમ્બરમાં ક્યાં ફરવા માટે લોકોની ભીડ રહે છે.
આ જગ્યાઓએ કરો પ્લાન
શિમલા
પહાડોની રાણી શિમલા એક એવી જગ્યા છે જ્યાં હરિયાળી અને બરફથી ઢંકાયેલા પહાડો પર લોકોની ભીડ રહે છે. અહીંનું ઠંડું અને પ્રદૂષણ ફ્રી વાતાવરણ લોકોને પસંદ આવે છે. ડિસેમ્બરના મહિનામાં અહીં બરફ પડે છે. તમે દોસ્તોની સાથે આ જગ્યાએ ફરવાનો પ્લાન કરી શકો છો.
કસોલ
ટ્રાવેલર્સની સૌથી પસંદગીની જગ્યાઓમાં એક કસોલ હિમાચલ પ્રદેશની સુંદર પાર્વતી નદીના તટ પર આવેલું છે. આ શહેરમાં ફરવા માટે અનેક જગ્યાઓ છે. અહીં તમે એડવેન્ચર એક્ટિવિટી પણ કરી શકો છો જે તમારી ટ્રિપને યાદગાર બનાવી શકે છે.
મનાલી
હિમાચલમાં એક વધુ ડેસ્ટિનેશન છે જેને ડિસેમ્બર માટે પરફેક્ટ પ્લેસ માનવામાં આવે છે. આ શાંત હિલ સ્ટેશનની સુંદરતા દર્શકોને પસંદ આવે છે. અહીં ફરવા માટે અનેક જગ્યાઓ છે. ડિસેમ્બરમાં અહીં જવાનો પ્લાન અચૂક બનાવો.
ડેલહાઉઝી
આ ભારતના સુંદર ડેસ્ટિનેશનમાંનું એક છે. તેને પર્યટકો પસંદ કરે છે. દેવદારના જંગલોથી ઢંકાયેલા બરફના લેયર શાનદાર લાગે છે. ફરવા માટે ડિસેમ્બરમાં અહીંથી અનેક લોકો આવે છે.
બિંસર
અહીં એક સુંદર હિલ સ્ટેશન છે જે નંદા દેવી, ત્રિશૂલ અને પચાચૂલીના શિખરોથી ઘેરાયેલા છે. ઝીરો પોઈન્ટથી નંદા દેવી અને કેદારનાથ જેવી હિમાલયના શિખરોના દ્રશ્યો બિનસરના સૌથી લોકપ્રિય આકર્ષણમાંથી એક છે. ડિસેમ્બરમાં તમે દોસ્તોની સાથે અહીં ફરવા માટે જઈ શકો છો.