- કિલ્લા, ઝીલ અને નેચર માટે બેસ્ટ છે ઉદયપુર
- શિવની પ્રિય નગરી કાશીની મુલાકાત પણ રહેશે યાદગાર
- પિંક સીટીની મુલાકાત પણ લઈ શકો છો
દિવાળી દુનિયાના સૌથી પ્રસિદ્ધ તહેવારોમાંથી એક છે અને આખા ભારતમાં ઉજવાય છે. દિવાળીને ભારતમાં લાઈટ એટલે કે રોશનીના તહેવારના રૂપમાં ઉજવાય છે. દિવાળીના અવસરે લોકો પરિવાર સાથે ફરવાનું પ્લાનિંગ કરે છે. તો જાણો આ સમયે કઈ જગ્યાઓને તમે પ્લાન કરી શકશો.
ઉદયપુર
રાજસ્થાનનું ઉદયપુર પણ પરિવારની સાથે ફરવા માટે એક સારું ડેસ્ટિનેશન છે. આ જગ્યાએ તમે જૂના કિલ્લા અને મહેલને જોઈ શકશો. પરિવારની સાથે રોયલ લાઈફ એન્જોય કરવા ઈચ્છો છો તો આ જગ્યાએ તમે ટ્રિપ પ્લાન કરી શકો છો.

બનારસ
કાશી વિશ્વનાથ પણ એક સારી જગ્યા છે. અહીં તમે પરિવારની સાથે જઈ શકો છો. દિવાળીએ ભગવાન શિવની પ્રિય નગરીને સજાવવામાં આવે છે. આ મંદિરની સાથે તમે અશ્વમેઘ ઘાાટ પર આરતીમાં સામેલ થઈ શકો છો. આ સિવાય અહીંના ખાસ ભોજનનો સ્વાદ પણ લઈ શકો છો.
અયોધ્યા
ભગવાન રામની જન્મભૂમિ દિવાળીના પાવન તહેવારે સુંદરતાથી તેને સજાવવામાં આવે છે. દિવાળીના દિવસે ભગવાન રામ 14 વર્ષનો વનવાસ પૂરો કરીને અયોધ્યા પહોંચ્યા હતા. ત્યારે અહીં લોકોએ દીવા કર્યા. અયોધ્યા ફરવા માટે સસ્તી જગ્યામાંની એક છે. અહીં તમને અલગ અનુભવ થશે. પરિવાર સાથે રામ મંદિર, હનુમાનગઢી અને આસપાસના મંદિરના દર્શન કરો. સાંજના સમયે અહીં સરયૂની આરતીમાં સામેલ થઈ શકો છો અને અદ્ભૂત દ્રશ્યો પરિવારની સાથે માણી શકો છો. આ પળ તમારા માટે યાદગાર રહેશે.

જયપુર
દિવાળીમાં જયપુરની ગલીઓનું આકર્ષણ વધે છે. દર વર્ષે જયપુરનું પિંક સીટી દિવાળીમાં અલગ જ રીતે ઝગમગે છે. દિવાળી વેકેશન ડેસ્ટિનેશન માટે જયપુર જવાનો પ્લાન સરળતાથી બનાવી શકો છો.