- દિવાળીમાં વ્હાઈટ લૂક પણ સારી ચોઈસ બની શકે છે
- પિંક સાડીની સાથે સ્વીટહાર્ટ નેકલાઈનનો બ્લાઉઝ પણ પરફેક્ટ ચોઈસ રહેશે
- પિંક, અમરલ્ડ ગ્રીન કલર દિવાળી માટે બનશે બેસ્ટ લૂક
દિવાળીના તહેવારે તમામ તરફથી ધૂમ રહે છે. લોકો અનેક દિવસ પહેલાં જ શોપિંગ કરવાનું શરૂ કરે છે. દિવાળીએ ઘરમાં પૂજા માટે અને ફોટો માટે તૈયાર થવું હોય કે દોસ્તોની સાથે દિવાળી પાર્ટી, સ્ટાઈલિશ કપડા પહેરીને ફેશન સેન્સ ફ્લોન્ટ કરવાનો ક્રેઝ વધારે રહે છે. જો તમે દિવાળીએ આઉટફિટ્સને લઈને કન્ફ્યુઝ છો તો તમે સેલેબ્સના લૂકને ટ્રાય કરી શકો છો.

લાઈટ ગ્રીન સાડી લૂકમાં કાજોલ સુંગર લાગી રહી છે. આ લૂક દિવાળી માટે પરફેક્ટ છે. સાડી પર સિલ્વર ફ્લોરલ ડિઝાઈન છે અને સાથે ગોલ્ડન સિક્કિનથી તેની બોર્ડર સજાવેલી છે. સાડી લૂકમાં કાજોલની ગોલ્ડન સ્લીવલેસ બ્લાઉઝ સુંદર લાગે છે.

દિવાળીમાં વ્હાઈટ લૂક પણ સારી ચોઈસ બની શકે છે. ફાતિમા સના શેખના આ લૂક પર એકવાર નજર કરી લેવી. ફાતિમાએ પોતાના લૂકને સિમ્પલ રાખ્યો છે અને સાથે પર્લ્સ જ્વેલરીની સાથે લૂકને કમ્પ્લીટ કર્યો છે. આ વ્હાઈટ સાડી પર સનાએ વ્હાઈટ પર્લ બીડ્સ અને અમરલ્ડ ગ્રીન કલર પહેર્યો છે.

આલિયા ભટ્ટ પોતાના લુક્સની સાથે અખતરા કરતી રહે છે. તેનો સિમ્પલ લૂક પણ સુંદર લાગે છે. આલિયાની પિંક સાડીની સાથે સ્વીટહાર્ટ નેકલાઈનનો બ્લાઉઝ પણ પહેર્યો છે. તેઓએ ઓક્સીડાઈઝ જ્વેલરીની સાથે મિનિમલ મેકઅપ કર્યો છે.

જો તમે ડ્રેસ પહેરવા ઈચ્છો છો તો તારા સુતારિયાનો લૂક પણ સુંદર લાગે છે. નેવી બ્લૂ કલરના આ સૂટની સાથે ચાંલ્લો અને શિમરી મેકઅપ તારા પર ખાસ લાગે છે.