• હુડી પણ આપશે બેસ્ટ સ્ટાઈલિંગ લૂક
  • ફૂલ હાઈ નેક અને ડેનિમનું શોર્ટ જેકેટ કરો ટ્રાય
  • ફૂટવિયરમાં લોન્ગ બૂટ આપશે બેસ્ટ લૂક

શિયાળાની સીઝનમાં પોતાને સ્ટાઈલ કરવાનું કામ ચેલેન્જિંગ હોય છે કેમકે સૌથી વધારે ટેન્શન એ હોય છે કે હેવી કપડામાં સ્ટાઈલિશ કેવી રીતે દેખાવવું. ઓફિસની વાત કરીએ તો વધારે કન્ફ્યુઝન રહે છે કે રોજ શું પહેરવું જેથી શિયાળામાં પણ ફેશનેબલ રહી શકાય. તો જાણો કેટલીક એક્ટ્રેસની એવી સ્ટાઈલ જે તમને લાઈટ ફિલ કરાવશે અને સાથે સ્ટાઈલિશ લૂક પણ આપશે.

વોર્ડરોબમાં રાખો શ્રગ

નવેમ્બર શરૂ થઈ ચૂક્યો છે અને સવારે અને સાંજે ગુલાબી ઠંડી શરૂ થઈ છે. આ સમયે તમારે તમારું વોર્ડરોબમાં બ્લેક અને બ્રાઉન જેવા ડાર્ક કલર્સના શ્રગને સ્થાન આપી દેવું જોઈએ. તેને તમે આરામથી જીન્સ ટોપ કે કુરતીની સાથે સ્ટાઈલ કરી શકો છો.

હુડીથી મળશે સ્ટાઈલ

શિયાળાના સમયમાં વોર્ડરોબમાં કેટલીક લાઈટ તો હેવી હુડી સામેલ કરો. તેને તમે ઓફિસથી લઈને દોસ્તોની સાથે ફરવા માટે સામેલ કરી શકો છો. આ સમયે હેવી ફરવાળી હુડીનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. તે તમને સ્ટાઈલિશ લૂક આપશે.

ફૂલ હાઈ નેક અને ડેનિમનું શોર્ટ જેકેટ

વિન્ટર વોર્ડરોબમાં ફૂલ હાઈનેક સામેલ કરો. તેની સાથે ડેનિમનું શોર્ટ જેકેટ પણ સામેલ કરો. તમે ઈચ્છો તો ફંકી સ્ટાઈલના શોર્ટ જેકેટને પણ વોર્ડરોબમાં સામેલ કરી શકો છો. આ બંને ચીજો સાથે પેયર કરીને સ્ટાઈલ કરાય તો તમને શાનદાર લૂક મળી શકે છે.

લોન્ગ બૂટ આપશે સ્ટાઈલિશ લૂક

શિયાળાને માટે તમારા આઉટફિટ્સની સાથે ફૂટવિયરમાં ફેરફાર કરવો જરૂરી છે. આ માટે તમે શૂઝ કલેક્શનમાં બ્રાઉન અને બ્લેક કલરના લોન્ગ બૂટને સામેલ કરો. આ પેન્સિલ જીન્સ અને ડેનિમ જેકેટની સાથે શાનદાર લૂક આપશે.  

  • Follow us on: