• અલોવેરા જેલ સ્કીનને ચમકદાર રાખવામાં કરશે મદદ
  • કેળા અને મલાઈથી શિયાળામાં ઘટશે ડ્રાય સ્કીનની સમસ્યા
  • ડ્રાય સ્કીનવાળાએ રાતે સૂતા પહેલા નારિયેળ તેલથી ચહેરાની માલિશ કરવી

શિયાળાની સીઝન આવતા જ સાથે અનેક સ્કીન સમસ્યાઓ લઈને આવે છે. જેમકે સ્કીનની શુષ્કતા, ડ્રાય સ્કીન, ચહેરો કાળો પડવો. જો તમને પણ આવી સમસ્યા સતાવે છે તો તમારે હેરાન થવાની જરૂર નથી. અહીં આપેલા 5 સરળ ઉપાયોથી તમે શિયાળાની અનેક સમસ્યાથી રાહત મેળવી શકશો. તો જાણો કઈ વસ્તુઓ તમારી કરશે મદદ.

કેવી રીતે કરશો વિન્ટરમાં સ્કીન કેયર

અલોવેરા જેલ શિયાળામાં તમારી સ્કીનને ચમકદાર બનાવવામાં મદદ કરશે. રોજ રાતે સૂતા પહેલા અલોવેરા જેલનું એક લેયર ચહેરા પર લગાવીને સૂઈ જાઓ.

વધારે પાણી પીવાનું શરૂ કરો

શિયાળામાં સ્કીનમાં શુષ્કતા સૌથી વધારે જોવા મળે છે. આ સમયે તમે વધારે પાણી પીવાનું શરૂ કરો. તેનાથી સ્કીન ડ્રાય થવાથી બચશે.

કેળા અને મલાઈ

શિયાળામાં ગ્લોઈંગ સ્કીન મેળવવા માટે ડ્રાય સ્કીનની સમસ્યાને દૂર કરવા માટે કેળાને મેશ કરો અને તેમાં મલાઈ મિક્સ કરીને ચહેરા પર લગાવો.

અવોકાડો

શિયાળામાં અવોકાડોનું સેવન કરો છો તો તેનાથી શરીરમાં વિટામિન ઈનું પ્રમાણ વધશે જે સ્કીનના મોઈશ્ચરાઈઝને માટે કામ કરશે. ડ્રાય સ્કીનની સમસ્યા પણ ઘટશે.

નારિયેળ તેલ

શિયાળામાં સૌથી બેસ્ટ કોઈ ઉપાય હોય તો તે નારિયેળ તેલનો છે. શિયાળામાં ડ્રાય સ્કીનથી બચવા માટે રોજ રાતે સૂતા પહેલા નારિયેળના તેલથી ચહેરાને મસાજ આપો. તેનાથી ચહેરો મોઈશ્ચરાઈઝ થશે અને સ્કીન સૂકાશે નહીં. 

  • Follow us on: