• સિમ્પલ ડ્રેસ પણ છે સ્ટાઈલિશ ઓપ્શન
  • એથનિક ડ્રેસ પણ કરી શકો છો ટ્રાય
  • જૈવેલ ટોન અને પરંપરાગત વર્ક વાળા ડ્રેસ કે સાડી બેસ્ટ ઓપ્શન

હિંદુઓનો સૌથી મોટો તહેવાર દિવાળી થોડા દિવસોમાં શરૂ થશે. આ સમયે નવા કપડા ખરીદવાથી લઈને ઘરને સજાવવા સુધીના અનેક કામ કરવાના હોય છે. આ સાથે બદલાતી ફેશન ટ્રેન્ડની સાથે લેટેસ્ટ ટ્રેન્ડને ધ્યાન રાખીને બેસ્ટ દિવાળી આઉટફિટની પસંદગી ખાસ બને છે. ખુશીઓ ફેલાવતો આ ઉજાસથી ભરપૂર તહેવાર છે અને તેનો ઉદ્દેશ્ય સૌથી બેસ્ટ દેખાવવાથી વધારે કંઈ નથી. 2023માં સૌથી ફેસ્ટિવ ફેશન ટ્રેન્ડ્સનું લિસ્ટ બનાવીને તમે દિવાળીમાં વધારે ખાસ લૂક મેળવી શકશો. તો જાણો દિવાળી હોય કે ફેન્સી પાર્ટી, આ ટ્રેંડિંગ આઉટફિટ્સ તમને સૌથી અલગ દેખાડશે.


વર્કવાળા ટ્યૂનિક્સની સાથે પલાઝો પેન્ટ

દિવાળી માટે પલાઝો પેન્ટ્સ એક સારો વિકલ્પ છે. કેમકે તે ફેશનેબલ અને આરામદાયક છે. તેને તમે ચમકીલા અને વર્કવાળા ટ્યુનિક્સની સાથે પહેરો. ટ્યુનિક્સ પર સિમ્પલ વર્ક અને પહોળા પગના પેન્ટ આરામ અને સ્ટાઈલની વચ્ચે આદર્શ ઓપ્શન છે. એક્સેસરીઝના રૂપમાં ઈયરિંગ્સની એક બોલ્ડ જોડી તમને ખાસ લૂક આપે છે.

ડ્રેસ

ડ્રેસ આરામદાયક અને સ્ટાઈલિશ ઓપ્શન છે. જે ખાસ કરીને દરેક તહેવાર માટે પરફેક્ટ છે. આ એક પારંપરિક ડ્રેસ છે. તેને અલગ અલગ રીતે સ્ટાઈલ કરાય છે. આ વર્ષે ચમકતા રંગો અને આકર્ષક પેટર્નના ડ્રેસ ટ્રેન્ડમાં છે. તમે એક સિલ્ક કે કોટન સલવારના ડ્રેસની પસંદગી પણ કરી શકો છો.


એથનિક ડ્રેસ

આ ડ્રેસ એક આધુનિક અને સ્ટાઈલિશ ઓપ્શન છે. જે દરેક મહિલા પર સારા લાગે છે. તેને તમે કોઈ પણ તહેવારમાં પહેરી શકો છો. આ વર્ષે ચમકીલા રંગોની સાથે આકર્ષક પેટર્નના એથનિક ડ્રેસની પસંદગી કરો. તમે એક સિલ્ક કે કોટન એથનિક ડ્રેસની પસંદગી કરી શકો છો.


સેક્કિન

તેનો ઉપયોગ અનેક આઉટફિટમાં કરવામાં આવે છે. પારંપરિક સાાડી, લહેંગાના પાલવ, બોર્ડર પર તેનું વર્ક જોવા મળે છે. તે એક ગ્લેમરસ ટચ આપે છે. સાથે જ એવા આઉટફિટ્સ તમને ખાસ પ્લે માટે પણ પરફેક્ટ બને છે. ફેશનને માટે તમે એલિગન્ટ અનારકલી, ગાઉનને સેક્કિન જેકેટ અને કેપની સાથે પહેરી શકાય છે.


જૈવેલ ટોન

દિવાળી માટે પહેરાતા કપડામાં જૈવેલ ટોનનું મહત્ત્વ વધારે રહે છે. તેને માટે અનેક રીત છે. જૈવેલ ટોન ખાસ કરીને વર્ક અને ચાંદી અને સોનાના દોરાથી બનેલી સાડી અને લહેંગામાં ઉપયોગમાં લેવાય છે. જૈવેલ ટોનનો ઉપયોગ પુરુષોના પારંપરિક વસ્ત્રો જેવા કે કુર્તા અને શેરવાનીને ડિઝાઈન કરવામાં કરાય છે.  

  • Follow us on: