- ટેપર્ડ ટ્રાઉઝર્સની સાથે બોસ લુકમાં મળશે નવો લૂક
- ફ્લેયર્ડ ટ્રાઉઝર્સ સ્ટાઈલિશ છે અને આરામદાયક છે
- વિવિધ પ્રકારના શર્ટ અને ટી શર્ટની સાથે મળશે બેસ્ટ લૂક
આજકાલ મહિલાઓ ઓફિસમાં સ્ટાઈલિશ પેન્ટ અને ટ્રાઉઝર્સ પહેરવાનું પસંદ કરે છે. અલગ અલગ પેટર્નના પેન્ટ મહિલાઓ માટે ટ્રેન્ડમાં રહ્યા છે. આ પેન્ટ એટલા સ્ટાઈલિશ હોય છે કે તમે તેને ક્લાસિક ઈન્ડો વેસ્ટર્ન ફ્યૂઝન વિયરની સાથે ઉપયોગમાં લઈ શકાય છે. જો તમે એક મહિલા છો તો તમે એમએનસી કે રેપ્યુટેડ કંપનીમાં કામ કરો છો કે પ્રાઈવેટ નોકરી કરો છો તો તમે આ સ્ટાઈલિશ ટ્રાઉઝરને તમારી સુંદરતા વધારવા માટે વોર્ડરોબમાં સામેલ કરી શકો છો. કેટલાક ઓફિસ ટ્રાઉઝર્સ એવા છે જે ફોર્મલ લૂકમાં ટ્રાય કરી શકાય છે. મહિલાઓ આ ટ્રાઉઝર્સને વોર્ડરોબમાં સામેલ કરી લેવા જોઈએ.
હાઈ વેસ્ટ પેન્ટ
કોર્પોરેટ કે પ્રાઈવેટ કંપનીની વાત આવે છે તો તમે તમારા કલીગ્સની સાથે કામ કરો છો. આ સમયે તમારો લૂક ખાસ હોય તે જરૂરી છે. તમે તેને માટે હાઈ વેસ્ટ ટ્રાઉઝર્સ સિંપલ અને સોબર લૂક માટે ટ્રાય કરી શકો છો. સાથે તે એટ્રેક્ટિવ લૂક આપે છે. તેનાથી તમારો કોન્ફિડન્સ પણ દેખાય છે. તેને પહેર્યા બાદ તમે લાંબા દેખાઓ છો. જો વર્કિંગ છો તો તમે કાળા અને ગ્રે કલરને પસંદ કરી શકો છો. આ સિવાય તમે બ્લૂ પેન્ટની સાથે સાટિન શર્ટ અને ફોર્મલ શર્ટને પણ ટ્રાય કરી શકો છો. મોનોક્રોમેટિક લૂક માટે તેની ઉપર એક બટનનો કાર્ડિગન કે બ્લેઝર લો. તમે તેને ટ્રાય કરી શકો છો.
ટેપર્ડ ટ્રાઉઝર્સની સાથે બોસ લૂકમાં ટેપ કરો
કોમ્પેક્ટ લૂક આપવા માટે આ ટ્રાઉઝર તમારા ઘૂંટણની પાસે સ્ટાઈલિશ રૂપ આપવા માટે બેસ્ટ છે. તે કમરની પાસે પ્લીટ્સની સાથે ડિઝાઈન કરાયા છે અને સાથે ઘૂંટણની સાથે પેન્સિલ ડિઝાઈનમાં હોય છે. આ પેન્ટનો આકાર સરળતાથી ફીકા શર્ટની સાથે સ્ટાઈલિશ દેખાશે. તે ફેશન તમારી રજાઓ, સમુદ્ર તટની સાંજની મુલાકાત માટે બેસ્ટ રહેશે. કેઝ્યુઅલ ટ્રેન્ડી લૂક માટે તમે આ ટ્રાઉઝર્સને ટક-ઈન ગ્રાફિક ટી અને સ્નીકર્સની સાથે પહેરી શકો છો. તેની સાથે તમે સ્ટ્રેપી સેન્ડલ, હીલ્સ કે બૂટ પણ પહેરી શકો છો.
ફ્લેયર્ડ ટ્રાઉઝર્સ
તે ફેશનમાં પરત આવ્યા છે અને સાથે તે સ્ટાઈલિશ છે તો સાથે આરામદાયક પણ છે. સ્કીની કે વાઈડ લેગ પેન્ટથી અલગ, પિંડલીની ચારે તરફ ફેલાયેલા ફ્લેયર્સને કમરથી ઘૂંટણ સુધી પહેરી શકાય છે. તમે એક ફેશન સ્ટેટમેન્ટ છો તો અનેક પેટર્ન મળી રહે છે. ફિટ અને આકારના આધારે તે પ્લીટ્સ કે રફલ્સની સાથે પણ મળઈ રહે છે. તેને કિક ફ્લેયર્સ કે પુડલ ફ્લેયર્સના રૂપમાં જાણીતા છે. ઓફિસાં પહેરવા માટે હળવા ફ્લેયર્સનો ઉપયોગ કરાય છે. કે સૌથી સારા છે. આ સાથે સારી વાત એ છે કે ફ્લેયર્ડ ટ્રાઉઝર્સને કોઈ પણ ચીજની સાથે સ્ટાઈલ કરી શકાય છે. ડેનિમ ટોપથી લઈને ફોર્મલ ટી-શર્ટ, કોર્સેટ ટોપ, ટયૂનિક્સ કે હોલ્ટર નેક ક્રોપ ટોપ પણ પહેરી શકો છો.
ક્લાસિક સિલવાયા ટ્રાઉઝર
મહત્ત્વની વાત એ છે કે ઓજી ટ્રાઉઝર પેન્ટ, સિવડાવાયેલું ઓફિસ ટ્રાઉઝર સિમ્પલ અને ખાસ ડિઝાઈન સાથે મસ્ત લૂક આપે છે. ઉંચી કમરની સાથે સીધા પગવાળા માટે તે આકર્ષક બને છે. તેને સફેદ બ્લેઝરી સાથે તે શાનદાર ઓફિસ લૂક મળે છે.