• બિનસર હિલ સ્ટેશનની સુંદરતાની સાથે વાઈલ્ડ લાઈફ સેન્ચ્યુરી પણ માણો
  • કેલાંગની સુંદરતા સાથે પહાડ, ઝરણા, ઘાંસ અને હિમવર્ષાની લો મુલાકાત
  • જયપુર અને મુરુદેશ્વર પણ ઠંડીમાં ફરવા માટે છે ખાસ

અનેક લોકોને રજાઓમાં વિવિધ જગ્યાઓએ ફરવાનું પસંદ છે અને ખાસ કરીને શિયાળામાં કેટલીક જગ્યાઓની મજા બમણી થઈ જાય છે. શિયાળાની શરૂઆત થઈ છે અને એવમાં વર્ષના છેલ્લા મહિને જો તમે ફરવાનો પ્લાન કરો છો તો તમે જગ્યાની પસંદગીને લઈને કન્ફ્યુઝ રહો છો. આ સમયે અહીં આપેલી કેટલીક જગ્યાઓ તમારી મદદ કરી શકે છે અને તમે સરળતાથી ટ્રિપ પ્લાન કરી શકો છો. તો જાણો કેવી રીતે માણશો રજાની મજા.

હરિદ્વાર અને ઋષિકેશમાં ફરવું

હરિદ્વાર અને ઋષિકેશનું નામ સાંભળતા જ સુંદર ઘાટ, મંદિર અને એડવેન્ચર એક્ટિવિટીની યાદ આવે. ડિસેમ્બરમાં ફરવા માટે હરિદ્વાર સારો વિકલ્પ છે. અહીંની સુંદરતા એટલી છે કે લોકો દેશ વિદેશથી આવે છે. અહીંની અનેક જગ્યાઓએ તમે ફરવાનો પ્લાન કરી શકો છો. અહીંની અન્ય એક ખાસિયત એ છે કે તે આસ્થાનું કેન્દ્ર છે આ માટે તમે અહીં જઈને મનને શાંતિ મેળવી શકો છો.

બિનસર હિલ સ્ટેશન

ઉત્તરાખંડના બિનસર હિલ સ્ટેશનની સુંદરતાને વર્ણવી શકાતી નથી. અહીના પહાડો, ઝરણા અને તળાવોની સુંદરતા પ્રવાસને ખાસ બનાવશે. બિનસરની વાઈલ્ડ લાઈફ સેન્ચ્યુરીમાં જીરો પોઈન્ટ છે અને સાથે અનેક ધાર્મિક સ્થળ છે. અહીંના કુદરતી દ્રશ્યોથી પણ મનને શાંતિ અને ખુશી મળશે.

કેલાંગ

જયારે પણ હિમાચલમાં ફરવાની વાત આવે છે તો હંમેશા સૌથી પહેલા શિમલા, કુલ્લુ-મનાલી, ધર્મશાળા અને ડેલહાઉસીનું નામ આવે છે. કેલાંગની સુંદરતા પહાડો, ઝરણા, ઘાંસ અને હિમવર્ષાથી છે. તે પ્રવાસીના મન મોહી લે છે.

જયપુર

રાજસ્થાનની રાજધાની ગણાતી જયપુર પણ ખાસ છે. અહીંની રંગીન સડકો, શાહી મહેલ, હવા મહેલ અને આમેર કિલ્લાની સુંદરતા પ્રસિદ્ધ છે. જયપુરના બહારના વિસ્તારમાં આવેલી અરવલ્લીના પહાડોના ચૌરી ઘાટ અને ભૂતેશ્વર નાથમાં ટ્રેકિંગનો અવસર પણ મળે છે.

મુરદેશ્વર

તમે ઠંડીમાં સાઉથમાં ફરવા ઈચ્છો છો તો આ બેસ્ટ ઓપ્શન છે. આ કર્ણાટકના તટીય વિસ્તારમાં આવેલું છે. અહીંના દ્રશ્યો મનમોહક છે. અહીં જાણીતા શિવજીનું મંદિર છે જે અરબ સાગરના કિનારે આવેલું છે. આ ભગવાન શિવની વિશ્વની બીજી સૌથી મોટી મૂર્તિ છે. તેના દર્શન માટે લાખોની સંખ્યામાં ભક્તો આવતા રહે છે.  

  • Follow us on: