- શરીરના કોઈ પણ ભાગમાં સતત દર્દની સમસ્યાને ઈગ્નોર ન કરો
- ખાંસીની સમસ્યા લાંબા સમયથી થઈ છે તો તમે સતર્ક રહો
- સતત વજન ઘટવું એ કેન્સરનું શરૂઆતનું લક્ષણ હોઈ શકે છે
બગડતી લાઈફસ્ટાઈલ અને ખાનપાનની બેદરકારીના કારણે તમે અનેક ગંભીર બીમારીનો શિકાર બની જાઓ છો. કેન્સરની બીમારી પણ આ કારણોના લીધે થાય છે. જો સમયસર આ બીમારીની સારવાર ન કરી લેવાય તો તે જીવલેણ સાબિત થઈ શકે છે. આ બીમારી ગંભીર હોવા છતાં તેને યોગ્ય રીતે સમજીને તેની ટ્રીટમેન્ટ લેવામાં આવે તો તેને ક્યોર કરી શકાય છે. અનેક વખત એવું જોવા મળે છે કે લોકોમાં તેને લઈને જાણકારીનો અભાવ રહે છે. ઉલ્લેખનીય છે કે દર વર્ષે 4 ફેબ્રુઆરીએ વિશ્વ કેન્સર દિવસની ઉજવણી પણ કરાય છે. તો જાણો તેના પ્રમુખ લક્ષણોને વિશે.
સતત દર્દની ફરિયાદ
જો તમારા શરીરના કોઈ પણ ભાગમાં સતત દર્દની સમસ્યા છે તો તેને ઈગ્નોર ન કરો. જો દવા કે અન્ય કોઈ ઉપચાર બાદ પણ દર્દ થાય છે તો આ કેન્સરનો સંકેત બની શકે છે. લાંબા સમય સુધી દર્દ રહેવાનો અર્થ એ છે કે શરીરમાં કેન્સર ફેલાવવા લાગ્યું છે. આ ઓવેરિયન કેન્સર અને બોન કેન્સરની નિશાની બની શકે છે. આ કારણે આ લક્ષણો દેખાતા જ ડોક્ટરનો સંપર્ક કરવો.
લાંબા સમય સુધી ખાંસીની ફરિયાદ રહેવી
સીઝન, એલર્જી કે પર્યાવરણના કારણે ખાંસી થવી સામાન્ય વાત છે પણ જો તમને ખાંસીની સમસ્યા લાંબા સમયથી થઈ છે તો તમે સતર્ક રહો. સતત ખાંસીની સાથે તમને છાતીમાં દર્દની ફરિયાદ રહી શકે છે. તો કેન્સરની નિશાની હશે. આ સિવાય ખાંસીની સાથે લોહી આવવું એ પણ ગંભીર સંકેત હોઈ શકે છે. સતત ખાંસી થવી એ લંગ્સ કે થાઈરોઈડનો સંકેત હોઈ શકે છે.
ઝડપથી વજન ઘટવું
સતત વજન ઘટવું એ કેન્સરનું શરૂઆતનું લક્ષણ હોઈ શકે છે. કોઈ મહેનત કે ડાયટિંગ વિના તમારું વજન જલ્દી ઘટે છે તો તેને જલ્દી નજરઅંદાજ ન કરો. એવામાં તમારામાં આ ફેરફાર પણ જોવા મળી શકે છે. તો બેદરકારી વિના ડોક્ટરનો સંપર્ક કરો.
બ્લીડિંગ થવું
બ્લીડિંગ થવું એ કેન્સરના મુખ્ય લક્ષણોમાંનું એક હોઈ શકે છે. ખાસ કરીને મહિલાઓના મેનોપોઝ બાદ જો બ્લીડિંગ થઈ રહ્યું છે તો આ ગંભીર સમસ્યા હોઈ શકે છે. આ સિવાય મળ-પેશાબથી લોહી આવવું, પેઢા કે મોઢાથી લોહી વહેવું એ કેન્સરનું લક્ષણ હોઈ શકે છે.
શરીરમાં ગાંઠ જોવા મળવી
શરીરમાં અચાનક ગાંઠ જોવા મળવી એ સામાન્ય નથી. જો સ્તનમાં ગાંઠ જોવા મળે તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરો. શરીરમાં ગાંઠ દેખાય અને તે વધે તો તે કેન્સરની નિશાની હોઈ શકે છે. કેમકે બાદમાં તે ગાંઠ કે કેન્સર કે સિસ્ટમાં બદલાઈ શકે છે. આ માટે જરૂરી છે કે આ લક્ષણ જોવા મળે તો ડોક્ટરની સલાહ લો.