• જનજાતીય ટેટૂ પર્સનાલિટીને નવી ઉર્જા અને શક્તિ આપે છે
  • જમણા હાથમાં ભારતીય દેવતાઓ અને પૌરાણિક કથાના પાત્રો
  •  ડાબા બાઈસેપ્સની પાછળ Carpe Diem ટેટૂ પણ

ઈન્ડિયન ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન શિખર ધવન સતત ચર્ચામાં રહે છે. તેમને ટીમ ઈન્ડિયાના ગબ્બરના નામે પણ ઓળખવામાં આવે છે. ધવન જ્યારે સેન્ચ્યુરી લગાવે છે, કેચ આઉટ કરે છે અને રન આઉટ કરે છે ત્યારે કબડ્ડીની જેમ તાલ સાથે સેલિબ્રેટ કરે છે. ફન લવિંગ અને ફોકસ્ડ ક્રિકેટર તેમના કેરેક્ટરની ઝલક માટે ફેન્સ આતુર રહે છે. તેમના બોડી પર કેટલાક ખાસ ટેટૂ છે. તેમાં ફ્રેન્ચ ફ્રેઝથી લઈને ભારતીય દેવતાઓ પણ સામેલ છે. તો જાણો શિખર ધવનના તમામ ટેટૂનો મતલબ શું છે.

પહેલુ ટેટૂ

પીઠ પરનું વીંછીનું સિમ્બોલ મારા વિચારોના આધારે મેં બનાવડાવ્યું હતું.

ટ્રાઈબલ ડિઝાઈન

શિખર ધવનના ખભા પર જનજાતીય ટેટૂ છે. તે તેમની પર્સનાલિટીને નવી ઉર્જા અને શક્તિ આપે છે.

પાન વિનાનું ઝાડ અને પક્ષી

તેના ડાબા ખભા પર એક પાન વિનાનું ઝાડ અને પક્ષીનું ટેટૂ છે. તેનો અર્થ એ છે કે કોઈ પણ સ્થિતિમાં ડરવું નહીં.

 

ભગવાન-પૌરાણિક કથાના પાત્ર

જમણા હાથમાં ભારતીય દેવતાઓ અને પૌરાણિક કથાના પાત્રો છે. તેમાં ભગવાન શંકર, અર્જુન અને બાબા દીપ સિંહ સામેલ છે.

Carpe Diem

આ એક French Phrase છે. તને ડાબા બાઈસેપ્સની પાછળ બનાવ્યું છે. તેનો અર્થ એ છે કે જીવનની દરેક પળને સંપૂર્ણ રીતે જીવો. કોહલીએ પણ આ ટેટૂ બનાવ્યું છે.

 

પત્નીનું નામ

શિખરે પત્ની આયશાનું નામ પણ હાથ પર બનાવ્યું છે. ડાબા હાથ પર ટેટૂને સ્પષ્ટ જોઈ શકાશે.  

  • Follow us on: