• પેકેજમાં ટૂરિસ્ટને રહેવા અને ખાવા-પીવાની સુવિધા મળશે
  • ટૂરિરસ્ટ થર્ડ એસીમાં મુસાફરી કરશે
  • આ પેકેજની શરૂઆતની કિંમત 11690 રૂપિયા

જો તમે દિલ્હીથી વૈષ્ણોદેવીના દર્શનની યોજના બનાવી રહ્યા છો તો આ માટે તમે IRCTCની મદદ લઈ શકો છો. તેનું ખાસ ટૂર પેકેજ તમારી મદદ કરશે. આ પેકેજમાં તમે 4 દિવસમાં માતાના દર્શન કરી શકશો. આ પેકેજની શરૂઆતની કિંમત 11690 રૂપિયા છે. તો જાણો શું સુવિધાઓ આ પેકેજની સાથે તમને મળી શકે છે.

વીકેન્ડમાં શરૂ થશે આ ટૂર પેકેજ

આઈઆરસીટીસીના વૈષ્ણોદેવી ટૂર પેકેજની શરૂઆત વીકેન્ડમાં થશે. આ પેકેજની મદદથી તમે દિલ્હીથી દરેક વીકેન્ડમાં વૈષ્ણોદેવીના દર્શન માટે જઈ શકો છો. આ ટૂર પેકેજ 3 રાત અને 4 દિવસનું છે. તેની મદદથી અન્ય ટૂર પેકેજની જેમ આ પેકેજમાં પણ ટૂરિસ્ટને રહેવા અને ખાવા-પીવાની સુવિધા મળશે. તેમાં ટૂરિસ્ટ થર્ડ એસીમાં મુસાફરી કરી શકશે. ટૂર પેકેજમાં ટ્રેનની મદદથી ભક્તો કટરા પહોંચશે.

કેટલો થશે ખર્ચ

IRCTCના આ પેકેજનું ભાડુ અલગ અલગ છે. જો તમે એકલા મુસાફરી કરો છો તો તમારે 16830 રૂપિયા ચૂકવવાના રહેશે. આ સિવાય તમે 2 લોકો યાત્રા કરો છો તો તમારે 13200 રૂપિયા ખર્ચ કરવા પડશે. આ સાથે 3 વ્યક્તિ મુસાફરી કરવા ઈચ્છો છો તો તમારે 11690 રૂપિયા ખર્ચ કરવાના રહે છે. જો તમે 5-11 વર્ષના બાળકોની સાથે મુસાફરી કરો છો તો તમારે 10780 રૂપિયા ભરવા પડશે અને બેડ વિના આ ભાડુ 9330 રૂપિયા છે. ઉલ્લેખનીય છે કે IRCTC ટૂરિસ્ટ માટે દેશ અને વિદેશની અલગ ટૂર પેકેજ આપે છે. આ પેકેજની મદદથી ટૂરિસ્ટ સસ્તામાં સુવિધા સાથે યાત્રા કરી શકે છે. તો તમે પણ પ્લાન કરો અને લઈ આવો માતા વૈષ્ણોદેવીના આર્શીવાદ.

  • Follow us on: