• પેકેજ 10 જૂનથી શરૂ થશે અને 23 જૂને સમાપ્ત થશે
  • ગુલમર્ગ, પહેલગામ, શ્રીનગર અને સોનમર્ગની માણી શકશો મજા
  • 2 કે ત્રણ લોકો સાથે ટ્રિપ કરવાથી તે બજેટમાં રહેશે

દેશભરમાં ગરમી પોતાનો પ્રકોપ બતાવી રહી છે. આ સમયે તમે જો ફરવા જવાનું વિચારો તો પણ તમને જરા ખચકાટ થાય તે શક્ય છે. આ સાથે આ વર્ષે ગરમી ઘટવાના પણ કોઈ સંકેત મળી રહ્યા નથી ત્યારે તમને સવાલ થાય કે વેકેશન પૂરું થવાના આરે છે તો ક્યાં ફરવા જવું. જ્યાં તમે ખુલ્લી હવાની સાથે ઠંડકનો અહેસાસ પણ કરી શકો. તો તમારા માટે IRCTC ખાસ ટૂર પેકેજ લઈને આવ્યું છે. તમને જણાવી દઈએ કે આ ટૂર જયપુરથી શરૂ થશે. તો જાણો આ ખાસ પેકેજની સંપૂર્ણ વિગતો.

કેટલા દિવસની રહેશે મુસાફરી

IRCTC કાશ્મીર ટૂર પેકેજ 5 દિવસ અને 6 રાતનું છે. આ પેકેજમાં તમે ગુલમર્ગ, પહેલગામ, શ્રીનગર અને સોનમર્ગને મુલાકાત લઈ શકો છો. આ પેકેજનું નામ છે વેનિસ ઓફ ધ ઈસ્ટ - કાશ્મીર ટૂર પેકેજ એક્સ જયપુર. આ સંપૂર્ણ રીતે હવાઈ મુસાફરી હશે. આ પેકેજ 10 જૂનથી શરૂ થશે અને 23 જૂને સમાપ્ત થશે.

સોનમર્ગ

સોનમર્ગ તેની પ્રાકૃતિક અને અનોખી સુંદરતા માટે પ્રખ્યાત છે. તે ભારતના જમ્મુ અને કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં સ્થિત એક સુંદર અને મોહક સ્થળ છે, જેનો અર્થ થાય છે સોનાનું મેદાન. અહીં હાજર ઊંચા શિખરો અને ચમકદાર ગ્લેશિયર પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે.

ગુલમર્ગ

ભારતના જમ્મુ અને કાશ્મીરના બારામુલા જિલ્લામાં સ્થિત આ શહેરનો અર્થ ફૂલોનું ક્ષેત્ર છે. આ શહેર તેના લીલાછમ ખેતરો, ખીણો, નૈસર્ગિક તળાવો અને બરફથી ઢંકાયેલ શિખરો માટે પ્રખ્યાત છે. તે એશિયાના મુખ્ય સ્કીઇંગ સ્થળોમાંનું એક છે.

પહેલગામ

ભારતના જમ્મુ અને કાશ્મીર શહેર અનંતનાગ જિલ્લામાં આ ધરતી પર સ્વર્ગ જેવું સુંદર સ્થળ છે. આ આકર્ષક શહેર વેલી ઓફ ધ શેફર્ડ્સ તરીકે પ્રખ્યાત છે. પહેલગામ અમરનાથ ગુફાના પ્રવેશદ્વાર તરીકે પણ કામ કરે છે.

પ્રવાસનો ખર્ચ કેટલો થશે?

જો તમે એકલા આ પેકેજની ટ્રિપ કરશો તો તમને તે મોંઘુ પડી શકે છે. 2 કે ત્રણ લોકો સાથે ટ્રિપ પર જઈ રહ્યા છો તો આ ટૂર તમારા બજેટમાં આવી શકે છે. આ ટ્રિપ માટે એક પેસેન્જરે લગભગ 44,950 રૂપિયા ખર્ચવા પડશે, જ્યારે 2 પેસેન્જરે આ ટ્રિપ માટે 40,255 રૂપિયા ખર્ચવા પડશે. આ ઉપરાંત જો તમે ત્રણના જૂથમાં જઈ રહ્યા છો, તો વધારાના ગાદલા સાથે તમારે કુલ 38,900 રૂપિયા ખર્ચવા પડશે. જો તમે બાળક સાથે મુસાફરી કરી રહ્યા છો અને વધારાનો બેડ જોઈતો હોવ તો કુલ ખર્ચ 30,490 રૂપિયા થશે. જો તમે બાળક સાથે મુસાફરી કરી રહ્યા છો પરંતુ અલગ ગાદલું જોઈતું નથી, તો તમારે માત્ર 27,805 રૂપિયા ખર્ચવા પડશે.

  • Follow us on: