• ઉનાળામાં સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે આ સલાડ
  • પોષક તત્વોનો ભંડાર છે તરબૂચ-કોર્ન સલાડ
  • ઉનાળા અને સનસ્ટ્રોકમાં શરીરને ડીહાઇડ્રેટશનમાં મદદરુપ

ઉનાળાની સિઝનની શરુઆત સાથે જ તરબૂચનું ચલણ પણ વધી જતું હોય છે. તરબૂચ શરીરને ગરમીથી બચાવે છે અને હાઇડ્રેશનની સમસ્યા થવા દેતું નથી. તરબૂચમાં 90% થી વધુ પાણી હોય છે, જે ઉનાળા અને સનસ્ટ્રોકમાં શરીરને ડીહાઇડ્રેટ થતુ અટકાવે છે. આ સિઝનમાં તરબૂચનું સેવન ઘણી રીતે કરવામાં આવે છે. તેમજ ઘણા લોકો તરબૂચનું સલાડ પણ પસંદ આવે છે. તરબૂચ કોર્ન સલાડના જેટલા ફાયદા છે. તેટલું જ આ સલાડ ટેસ્ટી પણ હોય છે. સાથે સાથે આ સલાડ સ્વાસ્થ્ય માટે પણ બહુ ફાયદાકારક છે. તરબૂચ-મકાઈનું સલાડ પોષક તત્વોનો ભંડાર છે. ઉનાળામાં તે પેટમાં ઠંડક જાળવવામાં મદદ કરે છે અને તેનાથી પેટમાં ગરમી પણ નથી વધતી.

તરબૂચ-મકાઈ સલાડ રેસીપી

જો તમારે ઉનાળામાં તરબૂચ-મકાઈનું સલાડ ખાવા ઈચ્છતા હોય તો તે બનાવવું ખૂબ જ સરળ છે. તેમજ આ સલાડ બનાવા માટે વધુ સમય પણ લાગતો નથી અને કોઈપણ ઉંમરના લોકો આ સલાડ ખાઈ શકે છે. તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તો અહીં જાણો તરબૂચ કોર્ન સલાડ બનાવવાની સરળ રેસીપી.

સામગ્રી

  • 2 કપ તરબૂચના ટુકડા
  • 1 કપ સ્વીટ કોર્ન
  • 1 ચમચી લીંબુનો રસ
  • 1/4 કપ ફુદીનાના પાન
  • 1 નાની ચમચી તુલસીના પાન
  • 1 ચમચી મધ
  • 1 ચમચી ઓલિવ ઓઈલ


તરબૂચ-કોર્ન સલાડ બનાવવાની સરળ રીત

  1. સૌપ્રથમ તરબૂચને કાપીને લીલું પડ અને બીજ કાઢી લો.
  2. આ ટુકડાને એક વાસણમાં મૂકો અને સ્વીટ કોર્નને પ્રેશર કૂકરમાં પકાવો.
  3. કૂકરમાં એક કપ પાણી નાખીને એક સીટી પછી બંધ કરી દો.
  4. ત્યારબાદ મકાઈને એક વાસણમાં કાઢી લો.
  5. હવે તરબૂચ અને સ્વીટ કોર્નને સારી રીતે મિક્સ કરો અને થોડીવાર માટે ફ્રિજમાં રાખો.
  6. હવે તુલસી-ફૂદીનાના પાનને નાના ટુકડા કરી લો અને મિક્સર ગ્રાઇન્ડરમાં કાળા મરી પાવડર, ઓલિવ ઓઈલ, લીંબુનો રસ અને મીઠું નાખીને પેસ્ટ બનાવો.
  7. હવે ફ્રિજમાંથી તરબૂચના કોર્નનું મિશ્રણ કાઢીને તેમાં પેસ્ટ મિક્સ કરો.
  8. તરબૂચ-મકાઈનું સલાડ તૈયાર છે. તેને સર્વ કરો અને માણો આ સલાડનો અદભૂત સ્વાદ.

  • Follow us on: