• ગાઉન પાર્ટી, ઈવેન્ટ માટે પરફેક્ટ ઓપ્શન બનશે
  • ડાર્ક રેડ સ્લિટ ફ્રોક સિંપલ અને કૂલ લૂકને કરશે પૂરો
  • બોડીકોન ડ્રેસ, ખુલ્લાવાળ અને બૈલી સ્ટાઈલ હીલ્સ પરફેક્ટ ઓપ્શન

ટીવી જગતની જાણીતી અભિનેત્રી અંકિતા લોખંડે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અનેકવાર ફેન્સની સાથે પોતાના ફોટો શેર કરતી રહે છે. એક્ટ્રેસ અભિનય અને સુંદરતા માટે દેશમાં ઘણી લોકપ્રિય છે. આ સિવાય તે સ્ટાઈલિંગ માટે પણ ફેન્સની વચ્ચે ચર્ચામાં રહે છે. વેસ્ટર્ન હોય કે ટ્રેડિશનલ અંકિતા દરેક લુકમાં ફેન્સનું દિલ જીતી લે છે. હવે ગરમીની સીઝન શરૂ થઈ છે એવામાં જો તમે તમારા સમર આઉટફિટની શોધમાં છો તો તમે એકટ્રેસની આ સ્ટાઈલને ફોલો કરી શકો છો.

ડાર્ક રેડ સ્લિટ ફ્રોક

જો તમે પણ સમર માટે કોઈ કૂલ અને સિંપલ લૂકની શોધમાં છો તો તમે અંકિતા લોખંડેના આ આઉટફિટ્સને કોપી કરી શકો છો. ડાર્ક રેડ રંગનું આ સ્ટ્રેપી સ્લિટ ફ્રોક એકટ્રેસ પર સુંદર લાગે છે. સાથે તેમાં સફેદ ફૂલની લેસ તેને વધારે સુંદર બનાવે છે. આ લૂકને વધારે સ્ટાઈલિશ બનાવવા માટે એક્ટ્રેસે હેયરસ્ટાઈલમાં મેસી બન બનાવ્યો છે.

 

થાઈ હાઈ સ્લિટ ગાઉન

જો તમે કોઈ પાર્ટી કે ઈવેન્ટ માટે સુંદર આઉટફિટ ઈચ્છો છો તો એક્ટ્રેસનું આ ગાઉન તમારા માટે પરફેક્ટ સાબિત થશે. રોયલ બ્લૂ અને વ્હાઈટ રંગના આ થાઈ હાઈ સ્લિટ ગાઉનમાં એક્ટ્રેસ ખૂબ જ ક્લાસ લાગી રહી છે. સાથે ખુલ્લા વાળ, મિનિમલ મેકઅપ ઓપ હીલ્સ તેના લૂકને પરફેક્ટ બનાવે છે.

 

બોડીકોન બ્લૂ ડ્રેસ

ઉનાળાની સીઝન માટે અભિનેત્રીની આ બોડીકોન બ્લૂ ડ્રેસ બિલકુલ પરફેક્ટ રહેશે. આ શોર્ટ ડ્રેસમાં એકટ્રેસનો લૂક ગોર્જિયસ જોવા મળી રહ્યો છે. સાથે તેઓએ પોતાના લૂકને કમ્પ્લીટ કરવા માટે તેને ખુલ્લા વાળ અને બેલી સ્ટાઈલ હીલ્સને કૅરી કર્યા છે.

 

હાઈ સ્લિટ શિમરી ગાઉન

જો તમે કોઈ પાર્ટીમાં સામેલ થવાના છો તો તમે એકટ્રેસના થાઈ હાઈ સ્લિટ શિમરી ગાઉનને ફોલો કરી શકો છો. ડીપ ની-નેકલાઈનના આ સ્ટ્રેપી ગાઉનમાં એક્ટ્રેસ ઘણી ગ્લેમરસ લાગી રહી છે. સાથે જ મેચિંગ ઈયરિંગ, હાઈ હીલ્સ અને વાળનો બન તેને સીઝલિંગ લૂક આપી રહ્યો છે.

 

બ્લૂ શોર્ટ ફ્રોક

અંકિતા લોખંડેનો આ શોર્ટ બ્લૂ ફ્રોક સમર સીઝન માટે પરફેક્ટ આઉટફિટ સાબિત થશે. એકટ્રેસ પોતાના આ લૂકમાં ક્યૂટ લાગી રહી છે. તેણે પોતાના આ લૂકને કમ્પલીટ કરવા માટે પોતાના વાળને ખુલ્લા રાખ્યા છે અને સાથે મિનિમલ મેકઅપ અને સ્પોર્ટ્સ શૂઝ કૅરી કર્યા છે.

https://www.instagram.com/p/CfYpZ8wrSmv/ 

  • Follow us on: