- નારિયેળ તેલ અને કપૂરનો કરો ઉપયોગ
- સ્કીનની ડલનેસ કરશે દૂર, સ્કીન બનશે શાઈની
- એલર્જી અને કરચલીઓથી પણ મળશે રાહત
સ્કીન કેયરમાં નારિયેળનું તેલ લાભદાયી માનવામાં આવે છે. તે સ્કીનને નિખાર આપવાની સાથે સાથે તેને મોઈશ્ચર મેન્ટેન કરવામાં મદદ કરે છે. અનેક લોકો નારિયેળ તેલની મદદ લે છે. પણ જો તમે કપૂરની સાથે નારિયેળ તેલનો ઉપયોગ કરો છો તો તમે તેનાથી ઓછા ખર્ચે અનેક સમસ્યાથી બચી શકો છો. ચહેરા પર નારિયેળનું તેલ અને કપૂરના મિશ્રણને ટ્રાય કરવા માટે અનેક સ્કીન પ્રોબ્લેમ્સને દૂર કરી શકાય છે. નારિયેળ તેલ સ્કીન માટે બેસ્ટ મોઈશ્ચરાઈઝિંગ એજન્ટ મનાય છે તો કપૂરમાં પણ એન્ટી ઓક્સીડન્ટ અને એન્ટી બેક્ટેરિયલ તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે. તેના કારણે ચહેરા પર નારિયેળ તેલ અને કપૂર લગાવવાનું ફાયદારૂપ મનાય છે. તો જાણો સ્કીન કેયરમાં કઈ રીતે કરશો ઉપયોગ.
નારિયેળનું તેલ અને કપૂર બનાવવાની રીત
સ્કીન પર નારિયેળ અને કપૂર લગાવવા માટે 1/2 કપ નારિયેળનું તેલ લો અને તેમાં 2 ચમચી કપૂર મિક્સ કરો. તમારું તેલ બનીને તૈયાર છે. તમે તેને ચહેરા પર યૂઝ કરી શકો છો. તો જાણો કઈ સમસ્યામાં લાભદાયી રહેશે.
સ્કીન બનશે સોફ્ટ
આ મિક્સચરને ચહેરા પર એપ્લાય કરો અને હળવા હાથે ફેસ પર મસાજ કરો. રોજ રાતે સૂતા પહેલા આ નુસખાને ઉપયોગમાં લો. નારિયેળ તેલથી સ્કીન મુલાયમ અને હેલ્ધી બનશે તો કપૂરની મદદથી સ્કીનની ડ્રાયનેસ ખતમ થશે.
પિંપલ્સથી મળશે છૂટકારો
નારિયેળ તેલ અને કપૂરમાં એન્ટી બેક્ટેરિયલ તત્વો હોય છે જે ખીલને દૂર કરવામાં મદદ કરે છે. નિયમિત રીતે આ નુસખો યૂઝ કરવાથી પિંપલ અને એક્નેની સમસ્યામાં રાહત મળે છે.
ડાર્ક સ્પોર્ટ્સને કહો ગુડબાય
ચહેરાના ડાઘ-ધબ્બાથી રાહત મેળવવા માટે તમે નારિયેળના તેલ અને કપૂરનો ઉપયોગ કરી શકો છો. ચહેરા પર રોજ નારિયેળનું તેલ અને કપૂર લગાવવાથી તમારો ચહેરો ક્લીન બનશે.
કરચલીઓ ખતમ થશે
નારિયેળનું તેલ અને કપૂર ચહેરાને ડીપ ક્લીન કરવાનું કામ કરે છે. તેનાથી ચહેરાની કરચલીઓ ખતમ થશે અને સ્કીન વધુ યુવાન દેખાશે.
એલર્જીથી મળશે રાહત
એન્ટી બેક્ટેરિયલ તત્વોથી ભરપૂર નારિયેળનું તેલ અને કપૂર એલર્જી પર અસરકારક રહેશે. સાથે જ સ્કીન ઈન્ફેક્શન અને સોજાથી પણ રાહત મેળવવા માટે તેનો ઉપાય બેસ્ટ રહેશે.