• સિંધવ મીઠું અને મોણની સાથે બનાવો
  • ટેસ્ટી અને હેલ્ધી રોટલીની મળશે મજા
  • દહીં કે ફરાળી શાક સાથે માણી શકાશે મજા

વ્રત કરવાની સાથે સાથે જો તમે ફૂડી નેચર ધરાવો છો તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમે પૂરી, પરાઠા, ભજિયા, ભાખરી, રોટલી બધું જ ખાઈ શકો છો, શ્રાવણમાં ફરાળી લોટની મદદથી તમે આ તમામ ચીજો બનાવી શકો છો. તમે તેને દહીં કે બટાકાની ભાજી સાથે પણ પીરસી શકો છો. આ સિવાય તમે પૂરી બનાવો છો તો શીખંડ સાથે મજા માણી શકો છો. તેનો સ્વાદ પરિવારના અન્ય સભ્યોને પણ પસંદ આવશે. તો જાણો કેવી રીતે બનાવશો.

આ રીતે બનાવો રોટલી-ભાખરી-પૂરી

સામગ્રી

  • 1 કિલો ફરાળી લોટ
  • 4 નંગ બાફેલા બટાકા
  • 2 ચમચી સિંધવ મીઠું
  • 2 ચમચી દેશી ઘી

બનાવવાની રીત

સૌથ પહેલા ગેસ પર કૂકર મૂકો અને તેમાં બટાકાને ધોઈને બાફવા રાખો. બટાકા બફાઈ જાય તો તેને બહાર કાઢીને ઠંડા કરો, હવે એક બાઉલમાં ફરાળી લોટ લો અને તેમાં મેશ કરેલા બટાકા ઉમેરો. આ પછી તેમાં મીઠું અને દેશી ઘી પણ ઉમેરો. જ્યારે પણ તમામ ચીજો મિક્સ થાય તો પાણીની મદદથી લોટ બાંધો. તેના તરત બાદ જ રોટલી બનાવો. ગેસ પર તવો ગરમ મૂકો અને પછી રોટલીઓ વણો. તવા પર બંને તરફ ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે રોટલી શેકો. ધ્યાન રાખો કે રોટલીને ધીમા ગેસ પર શેકો. શેકાયા બાદ તેને ઘી લગાવીને ગરમાગરમ સર્વ કરો.  

  • Follow us on: