• હેલ્ધી અને ટેસ્ટી વાનગીથી બનશે દિવસ
  • મસાલા ખાખરા બાળકો માટે બનશે બેસ્ટ ઓપ્શન
  • થોડી વસ્તુઓ સુધારી લેવાથી ફટાફટ તૈયાર થશે નાસ્તો

ગુજરાતીઓની સવાર ખાખરા વગર તો અધૂરી જ છે. વિવિધ જાતના ખાખરા ગુજરાતની અનોખી ઓળખ છે. શું તમે જાણો છો કે ખાખરામાંથી વિવિધ વાનગીઓ પણ બની શકે છે. તે બાળકો માટે વિવિધ નાસ્તા બનાવવા માટે પણ તમે ઉપયોગમાં લઇ શકો છો. આ સિવાય ખાખરાનો સૌથી મોટો ગુણ એ છે કે તે ડાયેટ માટે બેસ્ટ ઓપશન છે. તેને હેલ્ધી ફૂડની કેટેગરીમાં મૂકવામાં આવે છે. તો ટ્રાય કરો આ ખાસ ડિશ.

મસાલા ખાખરા

સામગ્રી

- ચાર નંગ ખાખરા

- અડધી નંગ ડુંગળી મધ્યમ કદની સમારેલી

- એક નંગ ટામેટું સમારેલું

- બે નંગ લીલા મરચાં સમારેલા

- બે ટીસ્પૂન કોથમીર

- બે ટીસ્પૂન લીંબુનો રસ

- એક ટીસ્પૂન ચાટ મસાલો

- મીઠું સ્વાદ અનુસાર

- લાલ મરચું સ્વાદ અનુસાર

- ઝીણી સેવ

રીત

સૌપ્રથમ એક બાઉલમાં ડુંગળી, ટામેટાં, લીલા મરચાં, કોથમીર, લીંબુનો રસ, મીઠું અને લાલ મરચું પાવડર બરાબર મિક્સ કરો. હવે આ મિશ્રણને ખાખરા પર પાથરો. છેલ્લે તેના પર ચાટ મસાલો છાંટો. આની ઉપર તમે થોડી સેવ પણ ભભરાવી શકો છો. બને કે તરત જ મસાલા ખાખરા સર્વ કરો. આ ડિશ એક હેલ્ધી ડાયટ ડિશ પણ સાબિત થશે. 

  • Follow us on: