• મુલતાની માટી કરશે તમારી મદદ
  • આ ફેસપેક સ્કીનની ચીકાશને ઘટાડશે
  • ટેનિંગ દૂર કરી ડાઘ-ધબ્બા પણ કરશે ગાયબ

દરેક વ્યક્તિ બેદાગ અને ગ્લોઈંગ સ્કીન ઈચ્છે છે, પછી ભલે સીઝન ગમે તે કેમ ન હોય. યુવક યુવતીઓ ખાસ કરીને ઉનાળામાં વધારે પરેશાન રહે છે. આ સમયે તડકા, પ્રદૂષણ અને પરસેવાના કારણે સ્કીનને સૌથી વધારે નુકસાન થતું હોય છે. આ પછી તમે પાર્લરમાં જઈને રૂપિયા વેડફો છો તો પણ તમને લાંબા સમય સુધીનું પરિણામ મળતું નથી. તમે અસરકારક પરિણામ માટે ઘરે જ મુલતાની માટીની મદદ લઈ શકો છો. તેની મદદથી ઘરે ફેસપેક તૈયાર કરો અને તેને અઠવાડિયામાં 2 વાર યૂઝ કરો. તમે મસ્ત ગ્લોઈંગ સ્કીન ઓછા ખર્ચે મેળવી શકો છો.

મુલતાની માટીનો ફેસ પેક

મુલતાની માટી ત્વચામાંથી ચીકણું દૂર કરે છે અને તેલનું ઉત્પાદન ઘટાડે છે. એટલું જ નહીં, તે ચહેરા પરના ડાઘ-ધબ્બા ઘટાડવામાં પણ મદદ કરે છે અને ધૂળ અને મૃત ત્વચાના કોષોને દૂર કરવાનું કામ કરે છે. જો મુલતાની માટીનો નિયમિત ઉપયોગ કરવામાં આવે તો તે ટેનિંગ ઘટાડવામાં પણ મદદ કરે છે. આ માટે તમે મુલતાની માટીમાંથી આ પેક બનાવી શકો છો.

આ વસ્તુઓથી બનાવી લો ફેસપેક

  • 2 ચમચી મુલતાની માટી
  • 1 કપૂરની ટિકડી
  • 1 ચમચી ગુલાબજળ

આ રીતે બનાવો મુલતાની માટીનો ફેસ પેક

મુલતાની માટીનો ફેસ પેક બનાવવા માટે મુલતાની માટીને પીસી લો (તમે માર્કેટની તૈયાર મુલતાની માટી પણ યૂઝ કરી શકો છો)અને તેમાં કપૂર ઉમેરો. હવે તેમાં એક ચમચી ગુલાબજળ ઉમેરીને સરસ પેસ્ટ બનાવો અને આ પેસ્ટને આખા ચહેરા અને ગરદન પર 15 મિનિટ સુધી રહેવા દો. જ્યારે તે સુકાઈ જાય, ત્યારે તેને પાણીથી ધોઈ લો અને તમારા ચહેરાને મોઇશ્ચરાઇઝ કરો. જો તમારી ત્વચા શુષ્ક છે તો તમે ગુલાબજળની સાથે મુલતાની માટીના ફેસ પેકમાં નારિયેળ તેલ અથવા મધ પણ ઉમેરી શકો છો.

મુલતાની માટીનો ફેસ પેક ઉપયોગ કરવાના ફાયદા

મુલતાની માટીનો આ ફેસ પેક તમારી ત્વચાના ભરાયેલા છિદ્રોને ખોલવાનું કામ કરે છે, જેનાથી તમારી ત્વચા સાફ થાય છે અને એક્સ્ફોલિયેટ થાય છે. એટલું જ નહીં, જો તમારી ત્વચા સૂર્યના યુવી કિરણોને કારણે બળી ગઈ હોય અથવા ટેન થઈ ગઈ હોય, તો અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વાર આ પેક લગાવો અને જુઓ કે તમારો ચહેરો કેવી રીતે ચમકશે. યુવાન છોકરીઓ તેમના ચહેરા પર મુલતાની માટીનો ફેસ પેક લગાવી શકે છે, આ કિશોરાવસ્થામાં ખીલની સમસ્યાને પણ ઘણેઅંશે ઘટાડી શકે છે.

  • Follow us on: