• સંક્રમણને દૂર કરવાની સાથે શરદીમાં આપે છે રાહત
  • ઔષધિય ગુણ સોજાને ઓછા કરે છે
  • ગળાની ખારાશને શાંત કરે છે

શિયાળો શરૂ થયો છે અને સાથે આ સીઝનમાં અનેક એવા ફૂડ્સ છે જેને ખાવાનું કહેવામાં આવે છે. જે આપણને સીઝનલ બીમારીમાં દૂર રાખવામાં મદદ કરે છે. આ સાથે આદુને એકદમ યોગ્ય વિંટર સુપરફૂડ માનવામાં આવે છે. શિયાળામાં આદુને આહારમાં સામેલ કરવાની સલાહ આપવામાં આવે છે, તે સંક્રમણને દૂર કરવાની સાથે શરદીમાં રાહત આપે છે. આદુને ઔષધિય ગુણ સોજાને ઓછા કરી શકે છે અને સાથે ગળાની ખરાશમાં પણ આરામ આપે છે. તે જીવાણુરોધી છે અને ઠંડીના વાયરસથી બચવામાં મદદ કરે છે.

શું છે આદુ ખાવાના ફાયદા

આદુમાં એન્ટી ઈન્ફ્લેમેટરી, એન્ટી ઓક્સીડન્ટ અને કેન્સર રોધક ગુણ હોય છે. તે ઈમ્યુનિટી સ્ટ્રોન્ગ કરે છે. આ સિવાય ગઠિયાથી પીડિત લોકો માટે તેના એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ લાભદાયી હોય છે. શિયાળામાં આદુના નિયમિત સેવનથી તમને ફાયદો થઈ શકે છે. તમે આ સીઝનમાં રોજ આદુનો હલવો પણ ખાઈ શકો છો. તો જાણો તેને બનાવવાની રીત પણ.

આદુનો હલવો

સામગ્રી

  • 500 ગ્રામ આદુ
  • 250 ગ્રામ ગોળ
  • 100 ગ્રામ ઘી
  • અડધી વાટકી કાજુ, બદામ, પિસ્તાની કતરણ

જાણો બનાવવાની રીત

સૌથી પહેલા આદુને છોલીને સાફ કરી લો. હવે તેને નાના ટુકડામાં સુધારો અને મિક્સરમાં તેની પેસ્ટ બનાવી લો. એક પેન ગરમ કરો અને તેમાં ઘી ઉમેરો. હવે તેમાં આદુની પેસ્ટ ઉમેરો. ધીમા ગેસે તેને સતત હલાવતા રહો. તેને સારી રીતે શેકાવવા દો. આદુનો કલર થોડો ચેન્જ થશે. આ સમયે તેમાં ગોળ મિક્સ કરો અને ફરીથી સતત હલાવો. હવે તેમાં ડ્રાયફ્રૂટ્સ મિક્સ કરો. હવે ગેસ બંધ કરી લો. આ તમામને સારી રીતે મિક્સ કરીને ઢાંકીને ઠંડો થવા દો. તમે આ હલવો એક અઠવાડિયા સુધી સ્ટોર કરી શકો છો.  

  • Follow us on: