- સોમનાથ જતી વખતે આ પ્લેસ કરો એક્સપ્લોર
- 2થી 3 દિવસનો પ્લાન કરીને જઇ શકો છો
- આ સ્થળોની પણ લઇ શકો મુલાકાત
પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. આ દિવસોમાં ભગવાન શિવના મંદિરોમાં ભારે ભીડ જોવા મળે છે. ત્યારે ગુજરાતમાં આવેલા સોમનાથ મંદિરના દર્શન કરવા પણ ભક્તોની ભીડ જામે છે. ત્યારે જો તમે સોમનાથ મંદિર જવાનો પ્લાન કરતા હોય ભેગાભેગુ ફરી જ આવજો. આસપાસના એવા કેટલાક પ્લેસ છે જેની મુલાકાત લેવાથી પ્રવાસની મજા બેવડાઇ જશે.
પાંચ પાંડવોની ગુફા
સોમનાથ મંદિરે દર્શન કર્યા બાદ તેનાથી થોડા અંતરે આવેલુ છે પાંચ પાંડવોની ગુફા. જે સોમનાથ પાસે લાલ ઘાટીમાં આવેલું છે. આ મંદિર એક ગુફા જેવું બનેલું છે. અહીંનો નજારો તમારું દિલ જીતી લેશે.
ગીર નેશનલ પાર્ક
સોમનાથ જ્યોતિર્લિંગ સિવાય તમે ત્રિવેણી ઘાટની પણ મુલાકાત લઈ શકો છો. અહીં તમે પવિત્ર જળમાં ડૂબકી લગાવી શકો છો. આ ઉપરાંત, તમે સમગ્ર ગુજરાતના પ્રખ્યાત ગીર રાષ્ટ્રીય ઉદ્યાનને પણ જોઈ શકો છો. તે 1400 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલો છે. અહીં તમે જંગલ સફારી પણ કરી શકો છો. પરિવાર અને મિત્રો સાથે મુલાકાત લેવા માટે આ એક પરફેક્ટ લોકેશન છે.
સોમનાથ બીચ
સોમનાથ જ્યોતિર્લિંગના દર્શન કરવા આવનાર દરેક વ્યક્તિએ સોમનાથના દરિયા કિનારાની મુલાકાત અવશ્ય લેવી જોઈએ. આ એક સુંદર જગ્યા છે. જ્યાં તમે સમુદ્રના મોજાનો આનંદ માણી શકો છો. જો કે વરસાદની મોસમમાં સોમનાથ બીચ નજીક જવાની પરવાનગી સરળતાથી મળતી નથી કારણ કે દરિયામાં કરંટ જોવા મળે છે.
લક્ષ્મી નારાયણ મંદિર
સોમનાથ જ્યોતિર્લિંગની મુલાકાત ઉપરાંત તમે લક્ષ્મી નારાયણ મંદિરની પણ મુલાકાત લઈ શકો છો. તે ત્રિવેણી તીર્થના કિનારે આવેલું છે. જો તમારી પાસે વધારાનો સમય હોય તો તમે નળસરોવર તળાવ પણ જઈ શકો છો. આ એક લોકપ્રિય અને સુંદર જગ્યા છે, જ્યાં તમને અનેક પક્ષીઓના ઘર જોવા મળશે.
આ મંદિરોની પણ લઇ શકો મુલાકાત
જો તમે એક વીકનું પ્લાનિંગ કરીને નીકળ્યા હોવ તો સોમનાથ જ્યોતિર્લિંગ સિવાય સોમનાથમાં તમે ગીતા મંદિર, હરિહર વન, કામનાથ મહાદેવ મંદિર, સૂરજ મંદિર, ભાલકા તીર્થ, પરશુરામ મંદિર, જૂનાગઢ ગેટ, ભીડભંજન મંદિર જેવા ઘણા સ્થળોની મુલાકાત લઈ શકો છો.