• કેળા અને અલોવેરાનો હેયરપેક આપશે પરફેક્ટ રીઝલ્ટ
  • દહીં અને કેળાનું મિશ્રણ વાળને બનાવશે સોફ્ટ
  • કેળા અને નારિયેળ તેલથી વધશે વાળની ચમક

કેળામાં વિટામિન્સ અને મિનરલ્સ ભરપૂર પ્રમાણમાં હોય છે. કેળા ખાવાથી એનર્જી વધે છે. આ સાથે કબજિયાત સહિતની અનેક સમસ્યામાંથી પણ રાહત મળે છે. તમે તમારા બ્યુટી રૂટિનમાં તેને સામેલ કરી શકો છો. તમે વાળ અને સ્કીન માટે પણ કેળાનો ઉપયોગ કરી શકો છો. તમે વાળને મજબૂત કરી ગ્રોથ વધારવા ઈચ્છો છો તો તમે કેળાથી અનેક હેયર માસ્ક તૈયાર કરીને તેનો ઉપયોગ કરી શકો છો. તેનાથી તમારા વાળની સમસ્યામાં રાહત મળશે. કેળું તમારા વાળને મોઈશ્ચરાઈઝ કરવાનું કામ કરશે. તો તમે કેળા સાથે આ વસ્તુઓ મિક્સ કરીને પણ હેયર માસ્ક બનાવી શકો છો.

કેળા અને અલોવેરાનો પેક

કેળાના ટુકડાને એક બાઉલમાં મેશ કરી લો. હવે તેમાં અલોવેરા જેલ મિક્સ કરો. આ બંને ચીજોને મિક્સ કરીને વાળમાં લગાવો અને બન બનાવી લો. અડધા કલાક સુધી તેને રહેવા દો અને પછી રોજિંદા શેમ્પૂથી વાળને ધોઈ લો. તમારા વાળ હેલ્ધી અને સ્મૂધ રહેશે.


દહીં અને કેળાનો હેયર પેક

એક મોટા બાઉલમાં સાદું દહીં લો અને તેમાં કેળું મેશ કરો. આ પછી શાવર કેપ પહેરી લો. 40 મિનિટ સુધી દહીં અને કેળાની પેસ્ટને વાળમાં લગાવીને રાખો. આ પેક તમારા વાળને સોફ્ટ અને શાઈની બનાવશે.

કેળા અને નારિયેળના તેલનો પેક

આ પેક બનાવવા માટે તમારે 2-3 ચમચી નારિયેળ તેલની જરૂર રહેશે. હવે એક કેળું લો અને તેને મેશ કરો. તેમાં તેલને મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. તેને વાળમાં લગાવો. આ પછી વાળને લૂઝ રાખી બાંધી લો. તમે શાવર કેપ પણ પહેરી શકો છો. આ હેયર પેક તમારા વાળની ચમક અને સુંદરતાને વધારશ. તમે અઠવાડિયામાં 1 વાર આ પેકનો ઉપયોગ કરી શકો છો.  

  • Follow us on: