- ડેન્ડ્રફથી મળશે રાહત
- સ્કેલ્પ રહેશે ક્લીન
- વધે છે હેયર ગ્રોથ
વાળમાં મહેંદીનો ઉપયોગ અનેક લોકો કરે છે અને તેને અસરકારક બનાવવા માટે લોકો મહેંદીમાં અનેક ચીજો મિક્સ કરે છે. જો તમે વાળની સુંદરતા વધારવાની સાથે તેને સિલ્કી, શાઈની અને મજબૂત બનાવવા ઈચ્છો છો તો મહેંદીમાં બદામનં તેલ મિક્સ કરો. તો જાણો કેવી રીતે આ તેલ મિક્સ કરવાથી વાળને અનેક ફાયદા મળે છે.
આ રીતે મહેંદીમાં મિક્સ કરો બદામનું તેલ
વાળમાં મહેંદી લગાવવા માટે સૌથી પહેલા એક બાઉલમાં ગરમ પાણી લો અને પછી તેમાં મહેંદી પાવડર મિક્સ કરીને તેને હલાવી લો. હવે એક ઘટ્ટ પેસ્ટ તૈયાર કરો, આ મહેંદીમાં બદામના તેલના થોડા ટીપાં મિક્સ કરો અને તેને ફરીથી સારી રીતે હલાવી લો, હવે મહેંદીને વાળ પર લગાવો. આ મહેંદી 1 કલાક માટે વાળમાં લગાવીને રાખો. આ પછી સાદા પાણીથી વાળ ધોઈ લો. વાળને અનેક ફાયદા થશે. તો જાણો મહેંદીમાં તેલ મિક્સ કરવાથી વાળને શું ફાયદા થાય છે.
ડેન્ડ્રફથી મળશે રાહત
મહેંદીમાં બદામનું તેલ મિક્સ કરવાથી ડેન્ડ્રફ જલ્દી નીકળી જાય છે. સ્કેલ્પમાં ડ્રાયનેસ થવાથી ડેન્ડ્રફ થાય છે. તેના કારણે અનેકવાર ખંજવાળ અને વાળ ખરવાની સમસ્યા આવે છે. એવામાં જો તમે મહેંદીમાં બદામનું તેલ મિક્સ કરો છો તો તે સ્કેલ્પનું મોઈશ્ચર મેન્ટેન કરવામાં મદદ કરે છે. તેનાથી ડેન્ડ્રફ ઓછું થાય છે.
સ્કેલ્પ રહેશે ક્લીન
સ્કેલ્પને સાફ કરવામાં બદામનું તેલ લાભદાયી છે. બદામના તેલમાં રહેલા વિટામિન્સ વાળને માટે સારા ક્લીનિંગ એજન્ટનું કામ કરે છે. તેના કારણે મહેંદીમાં બદામનું તેલ મિક્સ કરવાથી સ્કેલ્પ પર ગંદગી જામતી નથી. તેનાથી સ્કેલ્પ ક્લીન રહે છે અને વાળને મજબૂતી પણ મળે છે.

વધે છે હેયર ગ્રોથ
મહેંદીમાં બદામનું તેલ મિક્સ કરીને લગાવવાથી વાળનો ગ્રોથ સારો રહે છે. તેનાથી વાળનું ખરવાનું બંધ થાય છે અને વાળના વિકાસમાં વધારો થાય છે. એટલું નહીં વાળ જાડા અને ભરાવદાર બને છે.
વાળ બનશે હેલ્ધી
મહેંદીમાં બદામનું તેલ મિક્સ કરી લેવાથી વાળ હેલ્ધી બને છે. તેલને મહેંદીમાં લગાવીને રાખવાથી મહેંદીનું પોષણ વધી જાય છે. તેલમાં વિટામિન એ, બી, ઈ ગુણ હોય છે. સ્કેલ્પનું બ્લડ સર્ક્યુલેશન સારું કરવામાં તે મદદ કરે છે. તેનાથી વાળ હેલ્ધી બને છે.
સિલ્કી અને શાઈની હેયર
આમ તો વાળમાં મહેંદી લગાવવાથી વાળની ચમક જાતે જ વધી જાય છે પણ જો તમે મહેંદીમાં બદામનું તેલ મિક્સ કરીને લગાવવાથી તેની ચમકમાં વધારો થાય છે. આ સાથે આ ચમક લાંબા સમય સુધી કાયમ પણ રહે છે.