- મહેંદીમાં મેથીદાણા મિક્સ કરવાથી શુષ્ક વાળ થશે સિલ્કી
- ખરતા વાળ માટે મહેંદીમાં ભૃંગરાજ, આમળા, શિકાકાઈ પાવડર મિક્સ કરો
- ડેમેજ વાળ માટે ચાના પાણીમાં પલાળો મહેંદી
હાથ પર લગાવાતી મહેંદી વાળ માટે પણ ફાયદારૂપ બની રહે છે. તે ફક્ત વાળના રંગને નિખારતી નથી પણ તેનો લૂક બદલી લે છે. મહેંદી વાળને શાઈન આપે છે અને તેને મજબૂત બનાવે છે અને વાળ ખરવા, શુષ્ક થવાની સમસ્યાથી રાહત મેળવી શકે ચે. તમે મહેંદી લગાવતી સમયે તેમાં કેટલીક ચીજોને મિક્સ કરો. તેનાથી મહેંદીને વધારે ફાયદો કરે છે. વાળની તાસીરના અનુસાર મહેંદીમાં આમળા, અરીઠા, શિકાકાઈ, ભૃંગરાજ જેવી ચીજોને મિક્સ કરે છે. તો જાણો કઈ સમસ્યામાં મહેંદીમાં શું લગાવવું.
જાણો વાળમાં મહેંદી લગાવવાના ફાયદા
શુષ્ક વાળ માટે
જો તમારા વાળ અને સ્કલ્પ શુષ્ક છે તો મહેંદી તેનો કારગર ઉપાય છે. મહેંદીમાં મેથી દાણા મિક્સ કરીને પીસી લો. આ પાઉડરને રાતે પલાળીને રાખો. સવારે વાળમાં લગાવો અને અડધા કલાક બાદ માથું ધોઈ લો. મેથી દાણા સૂટ ન કરે તો મહેંદીમાં ડુંગળીનો રસ, દહીં મિક્સ કરી શકાય છે. તમામ કોમ્બિનેશન વાળને કંડીશનર કરવાની સાથે સાથે શુષ્કતાને દૂર કરે છે.
ખરતા વાળ માટે
વાળ ઝડપથી ખરી રહ્યા છે તો મહેંદીમાં ભૃંગરાજનો પાવડર મિક્સ કરો. તેની સાથે આમળા અને શિકાકાઈનો પાવડર મિક્સ કરો. આમળાની સાથે મિક્સ મહેંદી લગાવવાથી વાળનું શાઈન વધી શકે છે. ભૃંગરાજથી વાળને મજબૂતી મળે છે.
ડેમેજ વાળ માટે
વાળ વધારે ડેમેજ છે તો સમજો કે વાળને નવી લાઈફ આપવાની જરૂર છે. તમે ચાના પાણીમાં મહેંદીનો ઘોળ તૈયાર કરો. રાતભર તેને પલાળીને રાખો. મહેંદી લગાવતા પહેલા તેમાં લીંબુનો રસ અને વિટામિન ઈની કેપ્સ્યૂલ મિક્સ કરો.