- ન કરો શેમ્પૂ, કંડીશનર કે વિવિધ તેલનો ઉપયોગ
- ચોખાનું ખાસ પાણી આપશે વાળને શાઈની લૂક
- હેયર કંડીશનર કે હેયર સીરમના રૂપમાં કરો ઉપયોગ
ધૂળ- માટી અને પ્રદૂષણના કારણે લોકોની હેલ્થની સાથે સાથે વાળ પર પણ ખરાબ અસર જોવા મળી રહી છે. આસપાસના પર્યાવરણની વાળ પર ખરાબ અસર થઈ રહી છે. તેના કારણે વાળની સમસ્યાઓ વધે છે. વાળનું ખરવું, વાળનું તૂટવું સામાન્ય સમસ્યા બની છે. યુવક હોય કે યુવતી દરેકને વાળની સમસ્યાનો ઉકેલ જોઈતો હોય છે. આ સાથે તેની કોઈ સાઈડ ઈફેક્ટ્સ ન થાય તે પણ જરૂરી છે. વાળની સમસ્યા માટે લોકો અનેક શેમ્પૂ, કંડીશનર અને ઓઈલનો ઉપયોગ કરે છે પરંતુ વારંવાર તેના ઉપયોગથી વાળ ખરાબ થાય છે. એવામાં વાળને કોઈ કેમિકલથી નેચરલી હેલ્ધી બનાવવાનું મુશ્કેલ કામ છે. તો તમે ઘરે બનાવેલા ચોખાના પાણીની મદદ લઈ શકે છે. તો જાણો કેવી રીતે તૈયાર કરી શકાશે પાણી.
આ રીતે બનાવો ચોખાનું પાણી













