• હેલ્ધી ડાયટથી મેળવો હેલ્ધી જીવન
  • શરીરમાં કોલેસ્ટ્રોલ વધે તો રાખવુ ધ્યાન
  • બેડ કોલેસ્ટ્રોલ કેવા ફૂડ ખાવાથી વધે ? 

આપણે જે ભોજન લઇએ છીએ તેમાંથી આપણા શરીરને વિટામિન્સ મળે છે. આ વિટામિન્સ વિવિધ રોગો સામે ફાઇટ આપે છે. તેવી જ રીતે શરીરમાં કોલેસ્ટ્રોલ હોય છે જેનો ઉપયોગ હોર્મોન, કોશિકાઓ બનાવવા તથા ભોજનને પચાવવા માટે થાય છે. પરંતુ શરીરમાં બે પ્રકારના કોલેસ્ટ્રોલ હોય છે, એક ગુડ અને એક બેડ. ગુડ કોલેસ્ટ્રોલ ફેટ ઓછુ કરે અને ધમનિઓ સાફ રાખવામાં મદદ કરે જેથી લોહીનો પ્રવાહ વ્યવસ્થિત થાય. પરંતુ બેડ કોલેસ્ટ્રોલ ખતરનાક ગણાય છે. આવો સમજીએ કેવી રીતે.

શું હોય છે બેડ કોલેસ્ટ્રોલ

બેડ કોલેસ્ટ્રોલને કારણે હૃદય રોગ અને સ્ટ્રોકનું જોખમ પણ વધી શકે છે, તેથી સ્વસ્થ રહેવા માટે શરીરમાં ગુડ કોલેસ્ટ્રોલનું સ્તર જાળવી રાખવું જરૂરી છે. આવુ એટલા માટે કારણ કે કોલેસ્ટ્રોલ તમારી ધમનીઓની દિવાલો પર એકઠું થાય છે. જેમાં કેટલાક તત્વો હોય છે જેને અંગ્રેજીમાં પ્લાક કહેવાય છે. આ પ્લાક ધમનીઓને અવરોધિત કરી શકે છે જેથી લોહી હૃદય અને મગજમાં સરળતાથી પહોંચતુ નથી.

ત્યારે આજના ફાસ્ટ યુગમાં આવી બીમારીઓ ઘટાડવા માટે યોગ્ય ભોજન લેવુ જરૂરી છે. લોકો હેલ્ધી ફેટ્સ કરતાં વધુ બિનઆરોગ્યપ્રદ ચરબીનું સેવન કરી રહ્યા છે, જેના કારણે કોલેસ્ટ્રોલનું સ્તર ખૂબ જ વધી ગયું છે. કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે કઈ વસ્તુઓથી બચવું જોઈએ તે વિશે પણ જાણી લો.

હાઈ કોલેસ્ટ્રોલના કિસ્સામાં કઈ વસ્તુઓ ટાળવી જોઈએ?

  • જ્યારે કોઈ વ્યક્તિને હાઇ કોલેસ્ટ્રોલ હોય તો એનિમલ પ્રોડક્ટ અને ભારે ખોરાક ટાળવો જોઈએ.
  • હાઇ ફેટવાળા ડેરી ઉત્પાદનો ખાવામાં પણ ધ્યાન રાખવું જોઈએ.
  • હાઇ ફેટવાળા ડેરી પ્રોડક્ટ યંગ બાળકો માટે છે જેનાથી તેમના મગજનો વિકાસ અને શરીરના નિર્માણ માટે તેમના આહારમાં કોલેસ્ટ્રોલ અને ચરબીની જરૂર હોય છે.
  • જ્યારે કોઈ વ્યક્તિ સંપૂર્ણ ફેટ ધરાવતા ડેરી પ્રોડક્ટ અને માંસ ખાય છે, ત્યારે તેને હાઇ ફેટ મળવા લાગે છે, જે પાછળથી કોલેસ્ટ્રોલનું સ્તર વધારી શકે છે. કોલેસ્ટ્રોલને વધતું અટકાવવા માટે, નિષ્ણાતો હેલ્ધી વસ્તુ ખાવાની સલાહ આપે છે.

આ વસ્તુઓ ખાવામાં સાવધાની

  • લાલ માંસ, ડુક્કરનું માંસ અને ઘેટાંનું માંસ અને સોસેજ જેવી વસ્તુઓ ઉચ્ચ કોલેસ્ટ્રોલના કિસ્સામાં ખૂબ જોખમી છે.
  • સંપૂર્ણ ચરબીવાળા ડેરી ઉત્પાદનો જેમ કે ક્રીમ, સંપૂર્ણ દૂધ અને માખણ પણ આ રોગમાં ટાળવું જોઈએ.
  • બેકડ ફૂડ અને મીઠાઈઓ પણ આ બીમારીમાં તમારા માટે ખતરનાક છે.
  • તળેલા ખોરાક અને વધુ પડતા ઘી અને માખણનું સેવન પણ હાઈ કોલેસ્ટ્રોલના રોગ માટે સારું નથી.
  • જો તમે હાઈ કોલેસ્ટ્રોલના દર્દી છો, તો તમારા આહારમાં ઠંડા પીણા અને એનર્જી ડ્રિંક જેવા મીઠા પીણાંનું સેવન પણ મર્યાદિત રાખવું જોઈએ.


  • Follow us on: