• ઘરેલૂ હેયર પેકથી મળશે નવી ચમક
  • વાળની ચમક વધારવા માટે કામનો છે આ ઘરેલૂ ઉપાય
  • લીમડાના પાન, જાસૂદના પાન, જાસૂદનું ફૂલ અને અલોવેરા જેલ કરશે કમાલ

આપણા સૌ માટે આપણા વાળ એ આપણા દેખાવનું એક મહત્ત્વનું અંગ છે. વાળની દેખરેખને માટે કેટલીક ખાસ વસ્તુઓનો ઉપયોગ કરી લેવો જરૂરી છે. જો તમે ઘરે જ આ વસ્તુઓની મદદથી હેયર પેક તૈયાર કરશો તો તમારા વાળ સુંદર દેખાશે અને તેમાં ચમક પણ આવી જશે. જાસૂદનું ફૂલ, તેના પાન અને લીમડાના પાનને ભેગા કરીને તેમાં અલોવેરા જેલ મિક્સ કરી લેવાથી તમારા વાળને નવી ચમક મળે છે અને સાથે અનેક ફાયદા પણ થાય છે. 

આ વસ્તુઓનો કરો ઉપયોગ

  • 8-10 જાસૂદના ફૂલ
  • 6-7 જાસૂદના ફૂલના પાન
  • થોડું અલોવેરા જેલ
  • 10-12 લીમડાના પાન

કેવી રીતે કરશો ઉપયોગ

સૌ પહેલા મિક્સરમાં જાસૂદના ફૂલને ધોઈને નાંખો. આ પછી તેમાં તેના પાન અને લીમડાના પાન અને અલોવેરા જેલ મિક્સ કરો. તમામ ચીજોને મિક્સ કરીને પીસીને પેસ્ટ બનાવી લો. પાણીની જરૂરિયાત ઓછી હોય તો થોડા પ્રમાણમાં મિક્સ કરી લો. આ પેસ્ટને કોઈ વાસણમાં કાઢો. તેને વાળમાં લગાવીને ઓછામાં ઓછી 1-2 કલાક રહેવા દો અને સૂકાવવા દો. આ પછી વાળને ધોઈ લો.

જાણો ફાયદા પણ

જાસૂદના ફૂલનો ઉપયોગ પહેલાથી જ વાળની સુંદરતા વધારવા માટે કરવામાં આવે છે. તેની સાથે જ તેમાં સામેલ અલોવેરા જેલ સ્કીન અને વાળને માટે પણ હેલ્ધી માનવામાં આવે છે. આ સાથે લીમડાના પાનમાં રહેલા તત્વો પણ વાળને અનેક રીતે ફાયદો આપે છે. જેમકે તેનાથી વાળની ચમક વધે છે, વાળનો ગ્રોથ વધે છે, વાળ મજબૂત બને છે અને તેનું તૂટવું અને ખરવું ઘટે છે. સમય પહેલા વાળના સફેદ થવાની સમસ્યા દૂર કરી શકાય છે. આ સિવાય ડેન્ડ્રફથી છૂટકારો મેળવવાના તમામ ઉપાયો કરીને તમે થાકી ગયા છો તો તેને પણ દૂર કરી શકાય છે. 

  • Follow us on: