• દેશી ઘી, આમળા, મિસરીનું એકસાથે કરો સેવન
  • દિવસમમાં 2 વાર ખાલી પેટે આ વસ્તુઓને ખાઓ
  • તેલ માલિશ અને પૂરતી ઊંઘ પણ છે જરૂરી

હાલમાં યુવક હોય કે યુવતીઓ દરેકને એક જ ફરિયાદ છે કે વાળ બહુ ખરે છે. બદલાતી જીવનશૈલીને કારણે વાળ ખરવા એ આજકાલ સામાન્ય સમસ્યા બની ગઈ છે. ઘણા લોકો તેના માટે મોંઘી સારવાર કરાવે છે પરંતુ તેમની સમસ્યા એવી જ રહે છે. આવી સ્થિતિમાં આયુર્વેદ ખૂબ જ અસરકારક ઉપાય બની શકે છે. આયુર્વેદમાં વાળ ખરવાના એક નહીં પરંતુ અનેક કારણો જણાવવામાં આવ્યા છે.

આ કારણોને લીધી ખરે છે વાળ

આયુર્વેદ અનુસાર આનુવંશિક સમસ્યાઓ, વધુ પડતું મીઠું, ખાંડ, મરચું, મસાલેદાર વસ્તુઓ ખાવી, હોર્મોનલ અનિયમિતતા, ખરાબ જીવનશૈલી, તણાવ, અનિદ્રા, ધૂળ કે પ્રદૂષણ વાળ ખરવાના કારણો છે. આયુર્વેદિક માધ્યમથી પણ તેને નિયંત્રિત કરી શકાય છે. જો તમે વાળ ખરવાની સમસ્યાથી પરેશાન છો, તો દેશી ઘી સાથે બે વસ્તુઓ ભેળવીને ખાવાથી એક મહિનાની અંદર વાળ ખરવાને નિયંત્રિત કરી શકાય છે.

દેશી ઘી ભેળવીને ખાઓ આ વસ્તુઓ

જો તમે વાળ ખરવાથી પરેશાન છો તો ઘરેલુ ઉપાય કરી લેવાથી તમને ફાયદો થઈ શકે છે. આયુર્વેદમાં આમળા અને મિસરીને ખૂબ જ ફાયદાકારક ગણાવવામાં આવી છે. અડધી ચમચી દેશી ઘીમાં સરખા પ્રમાણમાં આમળા પાવડર અને સાકર કે મિસરી ભેળવીને દિવસમાં બે વાર ખાલી પેટે ચાવવાથી વાળ ખરવાની સમસ્યા દૂર થાય છે.

દેશી ઘી, આમળા અને સાકર એકસાથે ખાવાના ફાયદા

આ ત્રણેય વસ્તુઓ વાળ માટે જડીબુટ્ટીઓની જેમ કામ કરે છે અને કામોત્તેજક-શક્તિ પ્રદાન કરે છે. આમળા વિટામીન સી અને ખાટાશ યુક્ત હોવાને કારણે તે વાત દોષને સંતુલિત કરવામાં પણ મદદ કરે છે. મિસરીનો મીઠો સ્વાદ અને ઠંડો સ્વભાવ પણ ધરાવે છે. જેના કારણે પિત્ત દોષ પણ સંતુલિત રહે છે. તેનું રોજ સેવન કરવાથી વાત, પિત્ત અને કફ સંતુલિત રહે છે અને વાળ ખરવા જેવી સમસ્યા દૂર થાય છે.

વાળ ખરતા રોકવા માટે શું ખાવું જોઈએ

વાળનો વિકાસ અને તેના સ્વાસ્થ્યનો સીધો સંબંધ પોષણ સાથે છે. તંદુરસ્ત અને સંતુલિત આહાર લેવાથી વાળને જરૂરી પોષણ મળે છે. જ્યારે વાળને જરૂરી વિટામિન્સથી લઈને પ્રોટીન સુધીના તમામ પોષક તત્વો મળે છે, ત્યારે તેમના તૂટવાનું ઓછું થાય છે. આહારમાં મગની દાળ, આમળા, કાકડી, છાશ, બદામ, અખરોટ, મગફળી, તલ, જીરું, નારિયેળ, ત્રિફળા, મેથી, દાડમ, વરિયાળી, પાંદડાવાળા લીલાં અને શાકભાજીનો સમાવેશ કરવો જોઈએ.

વાળના વિકાસ માટે અસરકારક છે આ ઘરેલૂ ઉપાયો

  • આયુર્વેદિક તેલથી માથામાં માલિશ કરો.
  • ખોપરી ઉપરની ચામડીને વધુ સમય સુધી સૂકી ન છોડો.
  • તમારા આહારમાં વાળના વિકાસ માટેના ખોરાકનો સમાવેશ કરો.
  • દરરોજ 7-8 કલાકની ઊંઘ પૂરી કરો.
  • રાત્રે સૂતા પહેલા તળિયાની માલિશ કરો. આ વાતના સ્તરને સંતુલિત કરી શકે છે.
  • શીર્ષાસન અને સર્વાંગાસન જેવા યોગ નિયમિતપણે કરો. 

  • Follow us on: