• નારિયેળ તેલને અલોવેરા જેલમાં મિક્સ કરીને લગાવો
  • નારિયેળ તેલને ડાયરેક્ટ ફેસ પર એપ્લાય ન કરો
  • સ્કીન નિખાર સિવાય અનેક સમસ્યામાં લાભદાયી છે નારિયેળ તેલ

નારિયેળ તેલમાં મળનારા પોષક તત્વો તમારા વાળ અને સ્કીનને ભરપૂર પોષણ આપવામાં મદદ કરે છે. કેટલાક લોકો તેનો ઉપયોગ ભોજન બનાવવામાં પણ કરે છે. પરંતુ શું તમે એ જાણો છો કે ચહેરા પર તેને ખાસ રીતે લગાવવામાં આવે તો તેનાથી સ્કીનને અનેક ફાયદા થાય છે. તમારી સ્કીન બેદાગ અને નિખારવાળી બને છે. તો જાણો આ નુસખા વિશે.

નારિયેળ તેલને આ રીતે કરો ચહેરા પર એપ્લાય

આ માટે રાતના સમયે ફેસને સારી રીતે સાફ કરીને લૂછી લો. આ પછી નારિયેળ તેલના 2 ટીપાં લઈને ફેસને મસાજ આપો. આ પછી તેને એમ જ રહેવા દો અને સૂઈ જાઓ. સવારે ફેસ વોશ કરો અને તેલને હટાવી લો. આનાથી તમારી સ્કીન બેદાગ અને નિખારવાળી બનશે.

જાણો નારિયેળ તેલના નુકસાન પણ

પહેલા તમે તમારી સ્કીન ટાઈપ જાણો. આ પછી તે સ્કીન એલર્જીને જાણો. શક્ય છે તમને નારિયેળ તેલથી રેશિઝ થાય. તેનાથી સ્કીન અંદરથી ડ્રાય બની શકે છે. નારિયેળ તેલને ડાયરેક્ટ ફેસ પર એપ્લાય ન કરો. તેને ફેસ પેકમાં કે પછી અલોવેરા જેલમાં મિક્સ કરીને લગાવો. આ તેલ રાતે લગાવીને સૂવું નહીં.

જાણો નારિયેળ તેલના ઉપયોગથી થતા ફાયદા વિશે

  • ડાયરિયાને ઘટાડવામાં મળી શકે છે મદદ.
  • તાવથી રાહત મેળવવામાં આવશે કામ.
  • શરીરના દર્દ અને સોજાને ઘટાડવામાં થશે હેલ્પફૂલ.
  • એક અસરકારક એન્ટીબેક્ટેરિયલ બની શકે છે.
  • આ બ્લડશુગરને ઘટાડવામાં મદદદરૂપ બનશે.
  • અસ્થમાના લક્ષણોને ઓછા કરશે.
  • એન્ટી ડર્મેટાઈટિસના ગુણ પણ જોવા મળે છે.
  • ઈજાને ઠીક કરવામાં મદદ કરી શકે છે.
  • એન્ટી મલેરિયાના ગુણ હોવાથી લાભદાયી બનશે.
  • એન્ટી ફંગલ સામે લડવામાં કરે છે મદદ.

  • Follow us on: