• નારિયેળ તેલનો ઉપયોગ વાળ માટે હંમેશા બેસ્ટ રહે છે
  • ખંજવાળ, ડેન્ડ્રફ જેવી સમસ્યાઓ દૂર કરવામાં લાભદાયી છે આ તેલ
  • હેયર ઓઈલ બાદ શેમ્પૂ સાથે કંડીશનરનો પણ કરો ઉપયોગ

વાતાવરણ બદલાઈ રહ્યું છે અને તેમાં સામાન્ય ઠંડક જોવા મળી રહી છે. આ સીઝનમાં વાળને અલગ રીતે ધ્યાન આપવામાં આવે તો તેને શિયાળાની અનેક સમસ્યાઓથી બચાવી શકાય છે. વાળ ફ્રીઝી અને ગૂંચવાયેલા ન રહે તે માટે તેમાં તેલ નાંખવામાં આવે તે જરૂરી છે. હેયર ઓઈલને માટે સામાન્ય રીતે નારિયેળ તેલને બેસ્ટ માનવામાં આવે છે. શિયાળો વધતાં લોકો તેનો ઉપયોગ બંધ કરે છે પણ આ સમયે તેનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે તો તે ફાયદારૂપ રહે છે તે જાણી લેવું જરૂરી છે.

શું શિયાળામાં પણ નારિયેળ તેલનો ઉપયોગ સારો છે?

નારિયેળ તેલને કોઈ પણ સીઝનમાં વાળમાં લગાવી શકાય છે. વાળ માટે નારિયેળ તેલને સારો ઓપ્શન માનવામાં આવે છે. તેમાં અનેક પોષક તત્વો હોય છે જે શિયાળામાં વાળ માટે સારા સાબિત થાય છે. અઠવાડિયામાં 2 વાર આ તેલથી હેયર ઓઈલ કરવું. નારિયેળ તેલનો ઉપયોગ વાળ માટે હંમેશા બેસ્ટ રહે છે. જો તમે ઠંડીમાં તેનો ઉપયોગ કરો છો તો તેને હૂંફાળું ગરમ કરો અને તેનાથી તેની માલિશ કરો. વધારે જોરથી માલિશ ન કરશો નહીં તો વાળ નબળા થશે અને તૂટવા લાગશે.

શિયાળામાં વાળમાં નારિયેળ તેલ લગાવવાની રીત

મસાજ કરો

નારિયેળ તેલ લગાવવાની સૌથી સારી રીત છે કે તમે જરૂરિયાત અનુસાર તેલ લગાવો. તેલથી મસાજ કરો. આ પછી 1-2 કલાક સુધી તેલને માથામાં રહેવા દો. પછી તેને વોશ કરી લો. તેનાથી ખંજવાળ, ડેન્ડ્રફ જેવી સમસ્યાઓ દૂર થશે. સાથે મસાજ કરવાથી બ્લડ સર્ક્યુલેશન પણ સારું રહે છે.

બનાવો જાતે જ હેયર માસ્ક

શિયાળામાં વાળની કેયર કરવા માટે જરૂરી છે કે તમે અલગ પ્રકારના હેયર રૂટિનને ફોલો કરો. આ સમયે પોલ્યુશનનું સ્તર વધે છે. તેની અસર હેલ્થ પર થાય છે. એવામાં વાળ પણ ખરાબ બને છે. વાળને નરિશ કરવા માટે તમે હેયર માસ્કમાં નારિયેળ તેલના ટીપાં મિક્સ કરો અને તેને માથામાં લગાવો. તમે ઈચ્છો તો હોમ મેડ હેયર માસ્ક પણ તૈયાર કરી શકો છો. આ માટે દહીં, લીમડો અને લીંબુના રસની પેસ્ટ બનાવો. તેમાં નારિયેળ તેલના ટીપાં પણ ઉમેરો અને તેને માથામાં લગાવો.

કંડીશનરનો પણ કરો ઉપયોગ

વાળને કંડીશનિંગ કરવા જરૂરી છે. શેમ્પૂની મદદથી વાળ મોઈશ્ચરાઈઝ થતા નથી. કંડીશનર એપ્લાય કરવાથી વાળ સુંદર અને શાઈની બને છે.તમે કંડીશનરમાં તેલના ટીપાં મિક્સ કરો. અને વાળમાં તેને એપ્લાય કરો.

જાણો નારિયેળ તેલના ફાયદા પણ

તેનો કાયમી ઉપયોગ કરવાથી વાળને પોષણ મળે છે. વાળમાં ભેજ કાયમ રહે છે. તેનાથી સ્પિલ્ટ હેયરની સમસ્યા ઘટે છે. વાળની ફ્રિઝીનેસ દૂર થાય છે. તેનાથી વાળની સમસ્યા પણ ઘટે છે.

  • નારિયેળ તેલનો નિયમિત ઉપયોગ કરવાથી વાળ મજબૂત બને છે અને તેનું ખરવાનું પણ અટકે છે.
  • આ એક પ્રાકૃતિક કંડીશનર છે. તેને અઠવાડિયામાં 2 વાર એપ્લાય કરવાથી વાળ સ્મૂધ અને શાઈની બને છે.
  • નારિયેળ તેલની મદદથી માથામાં થતી ખંજવાળ, સ્કીન ઈન્ફેક્શન, ઈચિંગની સમસ્યા ઘટે છે. નારિયેળ તેલમાં રહેલા તત્વો વાળને સમય પહેલા સફેદ થતા અટકાવે છે.
  • નારિયેળ તેલ લગાવવાના નુકસાન
  • સામાન્ય રીતે આ તેલ લગાવવાથી ક્યારેય કોઈ નુકસાન થતું નથી. આમ છતાં માથામાં સીમિત પ્રમાણમાં આ તેલ લગાવવુ. વધારે લગાવવાથી વાળ તૂટી શકે છે અને ઓવર ઓઈલી પણ થઈ શકે છે.  

  • Follow us on: