• નારિયેળ તેલની સાથે હળદરનું મિશ્રણ રહેશે બેસ્ટ
  • મધ અને નારિયેળ તેલનું મિશ્રણ પણ આપશે પરફેક્ટ રીઝલ્ટ
  • નેચરલ ગ્લો માટે બેસ્ટ છે આ ઘરેલૂ ઉપાયો

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેની સ્કીન ગ્લો કરે અને સાથે તેની પર કોઈ ડાઘ ધબ્બા કે કરચલીઓ જોવા ન મળે. કોઈ પણ વ્યક્તિ પોતાની સ્કીન પર ગ્લો ઈચ્છે છે તો તેણે અનેક ઉપાયો અજમાવવા પડે છે. આજના સમયમાં લોકો ખાન પાન, પ્રદૂષણ, તડકો, કેમિકલ પ્રોડક્ટનો વધારે ઉપયોગ કરે છે. જેનાથી સ્કીન પર કરચલીઓ અને ફાઈન લાઈન્સ વધે છે. સમયની સાથે ચહેરો ખરાબ દેખાવવા લાગે છે. તો આ સમયે તમે અન્ય પ્રોડક્ટ્સ વાપરવાના બદલે કેટલાક ઘરેલૂ ઉપાયો અજમાવી લેશો તો તમને રાહત મળશે. શું કરવાથી તમને પરફેક્ટ રીઝલ્ટ મળશે.

નારિયેળ તેલનો કરો ઉપયોગ

ફાઈન લાઈન્સ અને કરચલીને દૂર કરવા માટે ઘરમાં રહેલું નારિયેળ તેલ ઉપયોગમાં લઈ શકાય છે. સ્કીનને લાંબા સમય સુધી યંગ બનાવી રાખવામાં તે તમારી મદદ કરે છે. નારિયેળ તેલમાં કેટલીક ચીજોને મિક્સ કરી લેવાથી તમને પરફેક્ટ રીઝલ્ટ મળે છે. તો જાણો શું મિક્સ કરવું અને કેવી રીતે ગ્લોઈંગ સ્કીન મેળવવી.

નારિયેળ તેલ અને હળદર

નારિયેળ તેલ દરેક સ્કીન ટાઈપમાં ઉપયોગમાં લઈ શકાય છે. તો હળદરમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ છે. જે સ્કીનને અનેક પ્રકારના બેક્ટેરિયાથી બચાવે છે. નારિયેળ તેલમાં એક ચપટી હળદર મિક્સ કરો અને તેને ફેસ પર લગાવો. થોડી વાર પછી ચહેરાને સાફ કરી લો.

નારિયેળ તેલ અને મધ

કરચલીઓની સમસ્યાને દૂર કરવા નારિયેળ તેલ અને મધનો ઉપયોગ લાભદાયી રહે છે. નારિયેળ તેલમાં મધ મિક્સ કરો અને ફેસ પર 15-20 મિનિટ માટે રહેવા દો. પછી હૂંફાળા પાણીથી ફેસ વોશ કરવાથી પરફેક્ટ રીઝલ્ટ મળશે.  

  • Follow us on: