- મધ અને ઓટમીલથી બનશે સ્ક્રબ
- ઓછા ખર્ચે ફટાફટ મળશે સ્કીનને ગ્લોઈંગ લુક
- મધ સ્કીનને ચમક આપવામાં કરશે મદદ
આજકાલ દરેક વ્યક્તિ પોતાની સુંદરતાને લઈને સજાગ છે. આ સમયે તમે અનેક બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરો છો. તેનાથી થોડા સમય સુધી તમને ફાયદો મળે છે અને પછી તમારી સ્કીન તેવી જ થઈ જાય છે અથવા તો તેમાં અનેક મુશ્કેલીઓ પણ આવે છે. જો તમે બજારના સ્ક્રબ ખરીદો છો તો તે ડેડ સ્કીનને રિમૂવ કરે છે પણ તમે તે મોંઘી વસ્તુઓ લાંબા સમય સુધી યૂઝ કરી શકતા નથી. આ સાથે તેમાં કેમિકલ્સ પણ હોય છે જે સ્કીનને નુકસાન પણ કરી શકે છે. તો જાણો ઘરે કઈ રીતે ફક્ત 2 વસ્તુની મદદથી સ્ક્રબ તૈયાર કરી શકાશે.
ઓટમીલ અને મધની મદદથી બનાવી લો સ્ક્રબ
રસોઈમાં રહેતી 2 વસ્તુ ઓટમીલ અને મધની મદદથી સરળતાથી સ્ક્રબ તૈયાર કરી શકાય છે. ચહેરાના ડેડ સ્કીનને રિમૂવ કરવા માટે અને ગ્લો આપવામાં પણ તે ફાયદો કરે છે. તો જાણો કેવી રીતે બનશે આ સ્ક્રબ.
મધ અને ઓટમીલનો ઉપયોગ
મધ અને ઓટમીલ આ બંને સ્કીનને માટે ફાયદા આપે છે. ઓટમીલ ચહેરાની ગંદગીને દૂર કરે છે અને વધારાના તેલને શોષે છે. મધ ચહેરાની આવશ્યક ભેજને કાયમ રાખે છે. આ બંનેનો સાથે ઉપયોગ કરવાથી સ્કીનને ફાયદો થાય છે. તો જાણો સ્ક્રબ બનાવવાની રીત.
સામગ્રી
મધ- 2 ચમચી
ઓટમીલ- 2 ચમચી
જાણો સ્ક્રબ બનાવવાની રીત
સૌથી પહેલા ઓટમીલને મિક્સરમાં સારી રીતે પીસી લો. આ પછી એક ચમચી ઓટમીલમાં 2 ચમચી મધ મિક્સ કરો. આ પછી તેને હથેળી પર લઈ ફેસ પર લગાવો અને 5-6 મિનિટ સુધી તેનાથી સ્ક્રબ કરો. આ પછી ફેસ ધોઈ લો. અઠવાડિયામાં 2-3 દિવસ આ નુસખો ટ્રાય કરી શકાય છે. જો સ્કીન સેન્સેટિવ છે તો તેને ટેસ્ટ કરીને પછી યૂઝ કરો તે જરૂરી છે.