- પપૈયાનો ફેસ પેક કરશે તમારી મદદ
- એલોવેરા અને કાકડીનો ફેસ પેક ચહેરાની શુષ્કતા કરશે ગાયબ
- ચણાનો લોટ અને દહીંનો ફેસ પેક સદીઓથી બેસ્ટ ઘરેલૂ નુસખો
શિયાળાની સીઝન શરૂ થઈ ચૂકી છે. આ સમયે ડ્રાય સ્કીનની સમસ્યા વધુ સતાવે છે. ઘણા લોકોની સ્કીન ડ્રાય જ હોય છે આ સમયે તેઓ શુષ્ક ત્વચાથી વધારે પરેશાન થાય છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમારે સૌથી સરળ ઉપાયમાં બને તેટલું વધારે પાણી પીવું. તમારી સ્કિનકેર રૂટિનમાં એવી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરો, જે વધુ હાઇડ્રેટિંગ હોય. આ સિવાય તમે ડ્રાય સ્કિનનો સામનો કરવા માટે હોમમેઇડ ફેસ પેક પણ અજમાવી શકો છો. આ તમારી ત્વચાને ગ્લોઇંગ અને મોઇશ્ચરાઇઝ્ડ બનાવવાનું કામ કરશે. તમે આ ફેસ પેકને બનાવવા માટે અને કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો.
આ ફેસ પેક શુષ્ક ત્વચાથી છુટકારો અપાવશે
આ ફેસ પેકમાં ઓટ્સ, મધ, દહીં, ચણાનો લોટ, પપૈયા અને નારંગીનો રસ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. તો જાણો કે તમે ઘરે આ ફેસ પેક કેવી રીતે બનાવી શકો છો. તમે તેનો ઉપયોગ સૂતા પહેલા અથવા દિવસ દરમિયાન કોઈપણ સમયે કરી શકો છો.
એલોવેરા અને કાકડીનો ફેસ પેક
એક બાઉલમાં એક ચમચી એલોવેરા જેલ લો. તેમાં છીણેલી કાકડી ઉમેરો. પછી તેને તમારા આખા ચહેરા અને ગરદન પર લગાવો. હવે તેને 30 મિનિટ માટે રહેવા દો. આ પછી તેને ઠંડા પાણીથી ધોઈ લો.
ચણાનો લોટ અને દહીંનો ફેસ પેક
એક બાઉલમાં બે ચમચી ચણાનો લોટ અને એક ટેબલસ્પૂન દહીં લો. તેને સારી રીતે મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને તમારા આખા ચહેરા અને ગરદન પર લગાવો. પછી તેને સંપૂર્ણપણે સુકાવા દો. આ પછી ત્વચા પર જ માલિશ કરીને તેને સાફ કરો. આ પછી ચહેરાને હૂંફાળા પાણીથી ધોઈ લો.
ઓટ્સ અને મધ ફેસ પેક
એક મિક્સિંગ બાઉલમાં એક ટેબલસ્પૂન ગ્રાઉન્ડ ઓટ્સ લો, હવે તેમાં અડધી ચમચી મધ ઉમેરો. પછી આ બંનેને સારી રીતે મિક્સ કરી લો. આને તમારા ચહેરા અને ગરદન પર લગાવો. તેને 20 મિનિટ માટે રહેવા દો. તેને સાદા પાણીથી ધોઈ લો. તમે અઠવાડિયામાં બે વાર તેનો ઉપયોગ કરી શકો છો.
નારંગીનો રસ અને ઓટ્સનો ફેસ પેક
એક બાઉલમાં અડધો કપ તાજા નારંગીનો રસ લો. પછી તેમાં બે ચમચી ઓટ્સ ઉમેરો. હવે તેને થોડીવાર માટે રસમાં પલાળવા દો. આ પછી આ મિશ્રણને તમારા આખા ચહેરા અને ગરદન પર લગાવો. લગભગ 20 મિનિટ માટે રહેવા દો. આ પછી તેને સાદા પાણીથી ધોઈ લો અને તમારું મનપસંદ મોઈશ્ચરાઈઝર લગાવો.
પપૈયા ફેસ પેક
પાકેલા પપૈયાને કાપીને બે નાના ક્યુબ્સ લો. તેને એક બાઉલમાં કાઢી લો. હવે તેને સારી રીતે મેશ કરો. પછી તેમાં 1 ચમચી મધ ઉમેરો. પપૈયાની આ પેસ્ટને તમારા આખા ચહેરા અને ગરદન પર લગાવો. તેને ત્વચા પર 20 મિનિટ માટે રહેવા દો. આ પછી તેને સાફ કરી લો.