• આ નકલી લોટ આંતરડા, કિડની અને લીવરને કરે છે નુકસાન
  • પથ્થર આંતરા અને કિડનીમાં ચોંટે છે અને પથરી બને છે
  • પાણીની મદદથી ચકાસી શકાશે અસલી લોટ

આજકાલ લોકો પોતાના ફાયદા માટે કંઈ પણ કરવા તૈયાર છે. એટલું જ નહીં તેઓ અનેક લોકોનું નુકસાન પણ કરે છે. શું તમે ક્યારેય લોટમાં ભેળસેળ વિશે સાંભળ્યું છે? જો તમને આ સાંભળીને નવાઈ લાગી હોય તો આ નવું નથી. લોટમાં ખાસ પ્રકારના સફેદ પથ્થરનો ઉપયોગ કરાય છે. તેને પીસીને પાવડર બનાવીને લોટમાં ભેળવી દેવાય છે. તો જાણો કેવી રીતે લોટને ચકાસી શકાશે.

લોટ ખાઈ લીધા બાદ પણ નહીં ઓળખી શકો ભેળસેળ

તાજેતરમાં અલીગઢમાં એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો, જેમાં એક લોટ ફેક્ટરીમાં લોટમાં ચૂનાના પથ્થરનો પાવડર મિક્સ કરાયો હતો. આ સફેદ પથ્થરનો એક પ્રકાર છે જે લોટમાં ભેળવવામાં આવે છે. જેણે સૌને ચોંકાવી દીધા હતા. આ ભેળસેળ એવી હતી કે આ લોટ ખાધા પછી પણ તમે તેને ઓળખી ના શક્યા. તો જાણો લોટમાં ભેળસેળ છે કે નહીં તેને કેવી રીતે ઓળખી શકો છો.

ચૂનાના પથ્થરના ગેરફાયદા

ચૂનાના પથ્થર સાથે મિશ્રિત લોટ ખાવાથી આંતરડા, કિડની અને લીવરને નુકસાન થાય છે. આ સાથે તે એક પથ્થર છે જે કિડની અને આંતરડામાં ચોંટી શકે છે અને ત્યાં પણ એકઠા થઈ શકે છે અને પથરી બની શકે છે.

ભેળસેળયુક્ત લોટને આ સરળ રીતે ઓળખો

  • FSSAI મુજબ પારદર્શક ગ્લાસમાં પાણી લો.
  • પાણી પર એક ચમચી ઘઉંનો લોટ છાંટવો.
  • શુદ્ધ ઘઉંના લોટમાં પાણીની સપાટી પર વધારાનું બ્રાન દેખાશે નહીં.
  • ભેળસેળવાળા ઘઉંના લોટમાં વધારાની બ્રાન પાણીની સપાટી પર તરતી જોવા મળશે.

Disclaimer: આ લેખ વાચકોની જાણકારી વધારવા માટે મૂકવામાં આવ્યો છે. સંદેશ ન્યૂઝ આ સાથે સહમત છે જ તેમ માનવું નહીં. 

  • Follow us on: