- ઉધમપુરથી શ્રીનગરનો 7 કલાકનો રસ્તો કરશે આનંદિત
- મુંબઈથી ગોવા એક્સપ્રેસ વે અને નેશનલ હાઈવે 66થી જઈ શકો છો
- જયપુરથી જેસલમેરની 9.40 મિનિટની ટ્રિપ પણ રહેશે ખાસ
જો તમે ફરવાના શોખીન છો તો હવે તમારે કોઈની રાહ જોવાની જરૂર નથી. જ્યારે મન થાય ત્યારે તમે બેગ પેક કરીને નીકળી શકો છો. આ ટેકનિકના સમયે લોકો માટે ટ્રાવેલિંગને સરળ બનાવી દેવાયું છે. પહેલાના સમયમાં લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરતા પણ હવે તેઓ ફ્લાઈટની મુસાફરીનો વધારે ઉપયોગ કરી રહ્યા છે. ટ્રાવેલિંગને તમે એન્જોય કરો તો તમને અનેક નવા અનુભવો પણ થશે. આ સમયે તમે સુંદર રોડ ટ્રિપ્સની મજા લો.
ઉધમપુરથી શ્રીનગર
સુંદરતાના કિસ્સામાં કાશ્મીર કોઈનાથી ઉતરતું નથી. ઉધમપુરથી શ્રીનગરની રોડ ટ્રિપ સુંદર છે. બસથી ટ્રાવેલિંગ કરતી સમયે સુંદર પહાડોની મજા મનને શાંત કરે છે. 7 કલાકની આ મુસાફરીમાં તમે વિચારશો કે આ ટ્રિપ ક્યારેય ખતમ ન થાય.
મુંબઈથી ગોવા
મુંબઈ અને ગોવા આ બંને ફક્ત ભારત નહીં પણ વિદેશી લોકોમાં પણ ફેવરિટ જગ્યાઓ છે. રોડ ટ્રિપની મદદથી મુંબઈથી ગોવા 2 રીતે જઈ શકાય છે. તમે મુંબઈ-પુના એક્સપ્રેસ વેની મદદથી કોલ્હાપુર થઈને ગોવા જઈ શકો છો. તમે અટક્યા વિના આ ટ્રિપ કરવા ઈચ્છો છો તો તમે નેશનલ હાઈવે 66ની મદદ લઈ શકો છો. તમે ઈચ્છો તે રસ્તો પસંદ કરો. બંને સારા છે.
દિલ્હીથી લેહ
આ ટ્રિપ નવો અનુભવ કરાવશે. આ ટ્રિપની મદદથી તમે લેહ જવાનો પ્લાન કરી શકો છો. અહીં પહોંચવામાં લગભગ 29 કલાકનો સમય લાગશે. પણ આટલો સમય ક્યારે ખતમ થઈ જશે તેનો ખ્યાલ પણ આવશે નહીં.
જયપુરથી જેસલમેર
રાજસ્થાનની આ બંને જગ્યાઓ લોકોમાં ફેવરિટ છે. અહીં તમને અહેસાસ થશે કે રેગિસ્તાન કેટલું સુંદર હોઈ શકે છે. સપાટ સડકો પર દોડતી ગાડી અને આસપાસની રેતીના તિલક સફર પણ મજાને વધારી દેશે.
જયપુરથી જેસલમેર
રાજસ્થાનની આ બંને જગ્યાો લોકોની પસંદના લિસ્ટમાં છે. અહીં તમને અહેસાસ થશે કે રેગિસ્તાન કેટલું સુંદર હોઈ શકે છે. સપાટ સડક પર દોડતી ગાડી અને આસપાસની રેતીનું તિલક પ્રવાસની મજા વધારી દેશે. તમે 9 કલાક 40 મિનિટની મુસાફરીમાં તમે મોર પણ જોઈ શકો છો.