- નવેમ્બરમાં ગુજરાતના કચ્છની લટાર મારવાનો કરો પ્લાન
- ફેમિલી ટ્રિપ માટે લક્ષદ્વીપ પણ બનશે બેસ્ટ પ્લેસ
- ગોકર્ણમાં નવેમ્બર એ ટ્રેકિંગ અને કેમ્પિંગનો આનંદ લેવાનો શ્રેષ્ઠ સમય
રજાઓ આવતાની સાથે જ લોકો ફરવાનું પ્લાનિંગ કરવા લાગે છે. જો તમે પણ ક્યાંક ફરવા જવા માંગો છો અને રજાઓની રાહ જોઈ રહ્યા છો, તો તમને જણાવી દઈએ કે નવેમ્બર મહિનામાં ઘણી રજાઓ મળે છે. આ મહિનામાં દિવાળી, ગોવર્ધન પૂજા એટલે કે બેસતું વર્ષ અને ભાઈ બીજની રજાઓ રહેશે. આ રજાઓમાં તમે એક લોન્ગ વીકેન્ડ પરિવાર સાથે પ્લાન કરી શકો છો. જો તમે કેટલાક ખાસ સ્થળોની મુલાકાત લેવા ઈચ્છો છો તો તમે આ ચેકલિસ્ટની મદદ લઈ શકો છો. શક્ય છે આમાંથી કોઈ 1 જગ્યા તમને પસંદ આવે.
ડેલહાઉસી
ડેલહાઉસી હિમાચલ પ્રદેશનું એક નાનું હિલ સ્ટેશન છે. આ સ્થાન પાંચ હિલ સ્ટેશનોને આવરી લે છે અને નવેમ્બરની શરૂઆતમાં ફરવા જવા માટે એક સારું સ્થળ છે.
જોવાલાયક સ્થળો
ચમેરા તળાવ, ગાંધી ચોક, સચ પાસ, પંજપુલ્લા, સતધારા ધોધ, દાઈકુંડ પીક.
કચ્છ
કચ્છ એ ગુજરાતનું રણ છે. નવેમ્બર મહિનામાં આ સ્થળ ફરવા માટે શ્રેષ્ઠ છે. આ મહિનામાં તમે અહીં રણ ઉત્સવનો આનંદ માણી શકો છો. આ સમયગાળા દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો અને સાહસિક પ્રવૃત્તિઓ થાય છે.
જોવાલાયક સ્થળો
કચ્છનું રણ, પ્રાગ મહેલ, જંગલી ગધેડાનું અભયારણ્ય, માંડવી બીચ, શ્રી સ્વામિનારાયણ મંદિર, આયના મહેલ.
લક્ષદ્વીપ
લક્ષદ્વીપ ભારતનું ખૂબ જ સુંદર પર્યટન સ્થળ છે. લક્ષદ્વીપ ભારતનો સૌથી નાનો કેન્દ્રશાસિત પ્રદેશ હોવા ઉપરાંત એક આકર્ષક પર્યટન સ્થળ છે, જ્યાં લોકો ફેમિલી ટ્રિપ અને હનીમૂન માટે જવાનું પસંદ કરે છે.
જોવાલાયક સ્થળો
મિનીકોય આઇલેન્ડ, અગાટી આઇલેન્ડ, કાવારત્તી આઇલેન્ડ, કાલપેની આઇલેન્ડ, બંગારામ આઇલેન્ડ, મેરીટાઇમ મ્યુઝિયમ, કદમટ્ટ.
એલેપ્પી
અલેપ્પી એક બેકવોટર ડેસ્ટિનેશન છે જ્યાં તમે હાઉસબોટમાં રહેવાનો આનંદ માણી શકો છો. અહીં તમે માછીમારી અને અન્ય વસ્તુઓનો આનંદ માણી શકો છો. તમે નવેમ્બર મહિનામાં તમારા પરિવાર સાથે આ સ્થળની મુલાકાત લઈ શકો છો.
જોવાલાયક સ્થળો
એલેપ્પી બીચ, વેમ્બનાડ લેક, પાથિરામનલ આઇલેન્ડ, 17મી સદીનું પોર્ટુગીઝ લાઇટહાઉસ, મરારી બીચ.
ગોકર્ણ
ગોકર્ણ એક ધાર્મિક સ્થળ અને બીચ ડેસ્ટિનેશન છે. તમે નવેમ્બર મહિનામાં અહીં જઈ શકો છો અને સૂર્યાસ્તના સુંદર દૃશ્યનો આનંદ લઈ શકો છો. ગોકર્ણની નજીક ઘણા ટ્રેકિંગ ટ્રેલ્સ છે, અને નવેમ્બર એ ટ્રેકિંગ અને કેમ્પિંગનો આનંદ લેવાનો શ્રેષ્ઠ સમય છે.
જોવાલાયક સ્થળો
અઘનાશિની નદી, ઓમ બીચ, અર્ધ ચંદ્ર, મહાબળેશ્વર મંદિર, યાના.