• હમ્પી યૂનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટમાં પણ સામેલ
  • તાજમહેલ સહિત આગ્રાની અન્ય જગ્યાઓને કરો પ્લાનમાં સામેલ
  • કોલકત્તા, દાર્જિલિંગની સુંદરતા માણવાનો કરો પ્લાન

ઓક્ટોબરને ફરવા માટે પરફેક્ટ સમય માનવામાં આવે છે. આ સીઝનમાં ગરમી ઓછી થઈ જાય છે અને ફરવા માટે હવામાન સારું રહે છે. ઓક્ટોબરમાં ગાંધી જયંતી, રામનવમી, દશેરાની રજાઓ આવે છે. આ સમયે જો તમે ફરવાનો પ્લાન કરી રહ્યા છો તો આ મહિનો તમારા માટે સારો સાબિત થઈ શકે છે. તો જાણો ઓક્ટોબરમાં ફરી શકાય તેવી જગ્યાઓમાં કયા સ્થળને સામેલ કરશો અને ત્યાં શું કરશો.

હમ્પી

કર્ણાટકનું હમ્પી યૂનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટમાં પણ સામેલ છે. આ શહેર પ્રાચીન મંદિર, સ્મારક, અખંડ સંરચનાઓ માટે દુનિયામાં જાણીતું છે. ઐતિહાસિક ઈમારતોને એક્સપ્લોર કરવા માટે આ યોગ્ય જગ્યા છે. અહીં તમે વિરુપક્ષા મંદિર, વિજય વિટ્ઠલ મંદિર, હનુમાન મંદિર, નદીના કિનારાના ખંડેર, ક્વિન્સ બાથ અને લક્ષ્મી નારાયણ મંદિરે જઈ શકો છો.


આગ્રા

દુનિયાની સાત અજાયબીમાં ગણાતો તાજમહેલ આ શહેરમાં આવેલો છે. યમુના નદીના તટ પર બનેલા તાજમહેલનું નામ દુનિયાના લગભગ તમામ વ્યક્તિના ટ્રાવેલ લિસ્ટમાં હોય છે. આગ્રા ફરવાનો સૌથી સારો સમય ઓક્ટોબર છે. તમે અહીં તાજમહેલના સિવાય આગ્રા ફોર્ટ, જામા મસ્જિદ, મેહતાબ બાગ, અકબરનો મકબરો, ફતેહપુરા સીકરી પણ જઈ શકો છો.

કોલકત્તા

ફેમિલી કે મિત્રોની સાથે તમે કોલકત્તા ફરવા જઈ શકો છો. ઓક્ટોબરમાં અહીં ધામધૂમથી દુર્ગા પૂજા ઉજવાય છે. અહીં મહોત્સવ એક અઠવાડિયા સુધી ઉજવાય છે. આ સિવાય તમે અહીં નિક્કો પાર્ક, વિક્ટોરિયા મેમોરિયલ, કાલીઘાટમાં કાલકા મંદિર, બેલૂર મઠ જેવી જગ્યાઓએ પણ ફરી શકો છો.

ઋષિકેશ

ઓક્ટોબરમાં તમે અહીં ફરવાનો પ્લાન કરી શકો છો. અહીં ગંગા નદીના કિનારે બેસીને ઠંડી હવાનો આનંદ લઈ શકાય છે. સાથે અહીં જઈને તમને ફ્રેશ અને રિલેક્સ અનુભવાય છે. અહીં તમે એડવેન્ચર એક્ટિવિટી પણ કરી શકો છો. નીલકંઠ મહાદેવ મંદિર, રામ ઝૂલા, લક્ષ્મણ ઝૂલા, જાનકી પુલ, નીર ગઢ ઝરણું, ઋષિકુંડ, સ્વર્ગ આશ્રમ, બીટલ્સ આશ્રમ, ત્રિવેણી ઘાટ અહીંનું આકર્ષણ છે.


દાર્જિલિંગ

અહીં આખું વર્ષ પર્યટકોની ભીડ રહે છે. પ. બંગાળની આ જગ્યા ભારતના સૌથી ઊંચા હિલ સ્ટેશન માટે જાણીતી છે. ઓક્ટોબરમાં ફરવાનો સારો અનુભવ તમને અહીં ખેંચી જશે. અહીં તમે પદ્મજા નાયડુ પાર્ક, ઝૂલોજિકલ પાર્ક, રોક ગાર્ડન, પીસ પગોડા, ટાઈગર ઝીલ, ધૂમ મોનેસ્ટ્રી, સેન્ટ એડ્ર્યૂ ચર્ચ અને શિંગાલીલા નેશનલ પાર્કની પણ મુલાકાત લઈ શકો છો. 

  • Follow us on: