• દુબઇ ફેમિલી ટ્રિપ માટેની અનોખી જગ્યા
  • પ્રકૃતિ પ્રેમી અને સાહસીઓ માટે બેસ્ટ પ્લેસ
  • ગગનચુંબી ઇમારતો જોઇને ચકરાવે ચઢી જશો

દુબઇ એક એવુ સુંદર અને વૈભવી શહેર છે કે જ્યાં તમને એકવાર તો જવાની ઇચ્છા થાય જ. અહીંની નાઇટલાઇફ, શોપિંગ્સ મોલ, અને બીજુ હરવા ફરવા તથા બાળકોને ગમે એવુ ઘણુ બધુ. દુબઇમાં લોકો પરિવાર સાથે મુલાકાત લેવાનું પસંદ કરે છે. અહીં બીચથી લઇને રણ સુધી તમામનો આનંદ મેળવી શકો છે. પ્રકૃતિ પ્રેમી હોય કે એડવેન્ચર પ્રેમી. દુબઇ એવી જગ્યા છે જ્યાં દરેકને ગમતુ કંઇક ને કંઇક તો છે જ. ત્યારે આજે આપણે જાણીએ કે દુબઇ જવુ તો કયા સમયે જવુ અને અહીંના ફરવાલાયક સ્થળો કયા છે.

દુબઇની આ પ્લેસ અચૂક જોવા જેવી

વિશ્વની સૌથી ઊંચી ઈમારત બુર્જ ખલીફા જોવા જેવી છે. અહીં તમે વિશ્વની સૌથી ઊંચી રેસ્ટોરન્ટની મુલાકાત લઇ શકો છો. જે 122મા માળે છે. અહીં ખાવાનો એક અલગ જ અનુભવ હશે. એવું કહેવાય છે કે દુબઈની સફર બુર્જ ખલીફા જોયા વિના અધૂરી રહેશે.

પામ જુમેરાહનું પ્રતિષ્ઠિત માનવ નિર્મિત ટાપુ છે. જે તેના ટ્રેડમાર્ક પામ વૃક્ષના આકાર માટે પ્રખ્યાત છે. બીચ બંગલો, લક્ઝુરિયસ બુટિક, લક્ઝરી હોટેલ્સ અને મોંઘી રેસ્ટોરાં છે.


દુબઈમાં ડેઝર્ટ સફારી પણ છે. જે તમે હોલીવુડ-બોલીવુડ ફિલ્મોમાં જોઈ હશે. અહીંની ડેઝર્ટ સફારી લોકોને ખૂબ આકર્ષે છે. અહીં રેતીના ઢગલા પર જીપ કે જીપ્સી, ઊંટની સવારી, ક્વોડ બાઇક, સેન્ડ બોર્ડિંગ વગેરે ચલાવવામાં આવે છે.


દુબઈ ફાઉન્ટેન 24 એકરના બુર્જ લેકની મધ્યમાં બનેલ છે. ઉપરાંત, તે ભવ્ય બુર્જ ખલીફાની સામે છે. મોટા ફુવારામાંથી નીકળતું પાણી અને તેમાં દેખાતી રંગબેરંગી લાઈટો જોવાની મજા આવશે.


દુબઈ મ્યુઝિયમ એ શહેરનું સૌથી જૂનું મ્યુઝિયમ છે. તમે આ મ્યુઝિયમમાંથી અમીરાતનો ઈતિહાસ જોઈ શકો છો. અહીં તમને દુબઈ સંબંધિત વાર્તાઓનો અદ્ભુત પરિચય જોવા મળશે.


દુબઈ જવાનો શ્રેષ્ઠ સમય કયો છે?

દુબઈ એક આંતરરાષ્ટ્રીય સ્થળ છે. મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ છે. આ પીક સીઝન છે, તેથી થોડી ભીડ જોવા મળી શકે છે. પીક સીઝન દરમિયાન દુબઈમાં હવામાન સ્વચ્છ અને ઠંડકવાળુ હોય છે.


  • Follow us on: