- જાંબુનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે
- જાંબુનું સેવન કરવાથી ડાયાબિટીસના દર્દીઓને પણ ફાયદો થાય છે
- જાંબુમાં રહેલું ફાઈબર વજનને નિયંત્રિત કરે છે
વરસાદની સિઝન શરૂ થતાં જ બજારમાં જાંબુનું આગમન શરૂ થઈ ગયું છે. આ ફળ પોષક તત્વોથી ભરપૂર છે. ઓછી કેલરી અને લો ગ્લાયકેમિક ઈન્ડેક્સવાળા આ ફળનું સેવન કરવાથી તમારું વજન અને સુગર લેવલ નિયંત્રિત રહે છે. જાંબુ શરીર માટે શક્તિશાળી એન્ટીઓક્સીડેન્ટનું કામ કરે છે. તેનું સેવન કરવાથી તમને સંપૂર્ણ રોગપ્રતિકારક શક્તિ મળે છે, જે તમને ઘણી બીમારીઓથી બચાવે છે.
ડાયાબિટીસ નિયંત્રણમાં રહેશે
જાંબુનો ગ્લાયસેમિક ઈન્ડેક્સ ઓછો છે. આ સિવાય તેમાં જામ્બોલીન નામનું કમ્પાઉન્ડ જોવા મળે છે, જે શુગર લેવલને 30 ટકા ઘટાડી શકે છે. આવામાં ડાયાબિટીસના દર્દીઓ માટે જાંબુનું સેવન ફાયદાકારક છે.
વજન વધવા દેશે નહીં
જાંબુમાં ફાઈબર જોવા મળે છે. તેનું સેવન કરવાથી તમારું મેટાબોલિઝમ સુધરે છે. તે ચયાપચયન દ્વારા પાચનતંત્રને સ્વસ્થ રાખે છે. આ સાથે જ તેમાં રહેલા ફાઈબરને કારણે તેનું સેવન કર્યા પછી તમને વારંવાર ભૂખ નથી લાગતી. આવામાં તમને વારંવાર કંઈક ખાવાની ઈચ્છા નહીં થાય, જે તમને તમારું વજન નિયંત્રિત કરવામાં મદદ કરશે.
હૃદય રોગ સામે મળશે રક્ષણ
જાંબુમાં હાજર એન્ટી-ઓક્સીડેન્ટ ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે. શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલનો ઘટાડો થવાથી હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ પણ ઘટી જાય છે.
ડિહાઈડ્રેશનથી બચાવે છે જાંબુ
ઉનાળાની ઋતુમાં ડિહાઈડ્રેશનનો શિકાર બનવાનું જોખમ રહેલું છે. આવી પરિસ્થિતિમાં આ સિઝનમાં શરીરને પુષ્કળ પ્રમાણમાં પાણીની જરૂર પડે છે. ડીહાઈડ્રેશનથી બચવા માટે તમે જાંબુનું સેવન પણ કરી શકો છો. ગરમીના કારણે જો તમને ઉલ્ટી અને ઝાડા થાય છે તો પણ તેને સેંધા મીઠા સાથે ખાઓ.
હિમોગ્લોબિન વધારે છે
શરીરમાં હિમોગ્લોબિનનું લેવલ વધારવા માટે જાંબુથી ઘણી મદદ મળે છે, આયર્ન અને વિટામિન સીથી ભરપૂર આ ફ્રુટ લોહીને શુદ્ધ કરે છે. તમે હિમોગ્લોબિન સંબંધિત રોગોથી સુરક્ષિત રહેશો.
Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી માટે છે, સંદેશ ન્યૂઝ તેની પુષ્ટિ કરતું નથી.