• કેરળના મલપ્પુરમ જિલ્લામાં છે અનોખું ગામ
  • દરેક ઘરમાં જન્મે છે જોડિયા બાળકો
  • ગામમાં 400થી વધુ જોડિયા બાળકો

તમે અનેક વિચિત્ર વાતોથી જાણીતા ગામો વિશે સાંભળ્યું હશે. ભારતમાં પણ એક આવું ગામ છે જે દુનિયાભરમાં જાણીતું છે. આ ગામને વિશે તમે ભાગ્યે જ જાણતા હશો. આ ગામની વિશેષતા છે કે અહીં તમને દરેક ઘરમાં જોડિયા બાળકો જોવા મળશે. એક તરફ દુનિયામાં 1000માંથી 9 જોડિયા બાળકો જન્મે છે તો ભારતના આ ગામમાં 1000માંથી 45 બાળકો જોડિયા હોવાનું સામે આવ્યું છે. આ ગામના લોકો પર દુનિયાના વૈજ્ઞાનિકોએ રિસર્ચ કર્યું પણ તેઓ જાણી શક્યા નથી કે આખરે આ ગામમાં આવું શા માટે બને છે.

ગામમાં 400થી વધુ છે જોડિયા બાળકો

કેરળના મલપ્પુરમ જિલ્લાના કોડિન્હી ગામમાં આવો ચમત્કાર જોવા મળે છે. આ ગામમાં અત્યાર સુધીમાં 400થી વધુ જોડિયા બાળકો જન્મ્યા છે. ગામમાં જોડિયા બાળકોની સંખ્યા સતત વધી રહી છે. વર્ષ 2008માં આ ગામાં 280 જોડિયા બાળકોનું લિસ્ટ સામે આવ્યું અને આ પછી આ ગામ ચર્ચામાં આવ્યું. ગામમાં લગભગ 2000 લોકોની વસતિ છે. દુનિયાભરના લોકો આ ગામમાં ફરવા જાય છે. જો તમે પણ અહીં જશો તો તમને અહીં એક બોર્ડ દેખાશે, જેની પર લખ્યું છે- ભગવાના જોડિયા ગામમાં તમારું સ્વાગત છે- કોડિન્હી.

3 પેઢી પહેલાથી થઈ શરૂઆત

મળતી માહિતી અનુસાર 2008માં લગભગ 300 મહિલાઓએ અહીં સ્વસ્થ બાળકોને જન્મ આપ્યો. તેમાંથી 15 જોડિયા બાળકો જન્મ્યા. આ પછી દર વર્ષે અહીં જોડિયા બાળકોની સંખ્યા વધી રહી છે. ગામલોકો કહેછે કે આ ગામમાં જોડિયા બાળકો જન્મે એ સિલસિલો 3 પેઢીથી ચાલી રહ્યો છે. કેરળના એક ડોક્ટરે કહ્યું કે આ ગામના રહસ્યની જાણકારીની શોધ માટે કોશિશ કરાઈ રહી છે. આ ગામમાં આ ચમત્કાર 60-70 વર્ષ પહેલા ક્યાંક શરૂ થયો હતો. છેલ્લા 10 વર્ષમાં કોડિન્હીમાં જોડિયા બાળકોની સંખ્યા બમણી થઈ છે. તેમનું માનવું છે કે ગામવાસીઓની ખાણીપીણીનું તેની સાથે કોઈ કનેક્શન નથી.

દુનિયાભરના વૈજ્ઞાનિકોએ કરી તપાસ

ગામમાં થઈ રહેલી અવિશ્વસનીય ઘટનાની શોધ માટે 2016માં અહીં ભારત, લંડન અને જર્મનીના શોધકર્તાએ રિસર્ચ કર્યો અને ગામલોકોના ડીએનએ સેમ્પલ લીધા, તેઓએ ગ્રામીણોના વાળ, સલાઈવાના સેમ્પલ પણ લીધા. પણ કોઈ ઠોસ પરિણામ જાણવા મળ્યું નથી.

કેવી રીતે આવ્યો ખ્યાલ

આ ગામના લોકોને લાંબા સમય સુધી ગામની અનોખી વાતનો અહેસાસ થયો ન હતો. ગામલોકોએ આ અસામાન્ય ઘટનાને ક્યારેય નોટિસ કરી નથી. કેટલાક વર્ષ પહેલા ગામની 2 જોડિયા બહેનો સમીરા અને ફેમિનાએ ક્લાસમાં નોટિસ કર્યું કે અહીં 8 જોડિયા બાળકો હતો. ત્યાર પછી તેઓએ શાળાના અન્ય બાળકો પર ધ્યાન આપ્યું. તો જાણ્યું કે તમામ ક્લાસમાં જોડિયા બાળકો હતા. તેઓએ પોતાના દોસ્તોની સાથે મળીને શાળામાં એસાઈનમેન્ટમાં આ ટોપિક પર કામ કર્યું. આ પછી ખ્યાલ આવ્યો કે તેમની શાળામાં 24 જોડિયા બાળકો હતા. 2 બહેનોની આ શોધ પર આખું ગામ આ વાત પર ધ્યાન આપવા લાગ્યું.

ટ્વિન ટાઉનના નામે જાણીતું છે ગામ

કોહિન્હી ગામ હવે ટ્વિન ટાઉનના નામે જાણીતું છે. આ જગ્યાના બાળકો અને તેમના પરિવારનું રજિસ્ટ્રેશન અને મદદ માટે ટ્વિન્સ એન્ડ કિન એસોસિયેશનની સ્થાપના કરી છે. જો કે જોડિયા બાળકોનો ખર્ચ વધુ આવે છે. માતા માટે તેમને પાલન માટે શારીરિક રીતે મુશ્કેલ સાબિત થઈ શકે છે.  

  • Follow us on: