વાસી રોટલીને ફેંકો નહીં


બનાવો સ્વાદિષ્ટ કોફ્તાનું શાક

જાણી લો સરળ સ્ટેપ્સની રેસિપિ

રાતની વધેલી રોટલીનું તમે શું કરો છો. જો તમે તે રોટલી ખાતા નથી તો તમે તેનાથી નવી ડિશ બનાવી શકો છો. તાજી રોટલીના બદલે રાતની રાખેલી વાસી રોટલીમાં વધારે પોષક તત્વો હોય છે. જેના કારણે તમારે રાતની રોટલી ફેંકવી નહીં. તો જાણો રોટલીમાંથી કોફ્તા બનાવવાની રેસિપિ.

રોટલી કોફ્તા બનાવવાની સામગ્રી

2 રોટલી

1/2 ટીસ્પૂન જીરું

1/2 ટીસ્પૂન મેથી દાણા

1/2 ટીસ્પૂન વરિયાળી

1/2 ટીસ્પૂન રાઈ

1 તમાલપત્ર

2 સૂકા લાલ મરચા

1 બાફેલું બટાકું

2 લીલા મરચા

1 આદુનો ટુકડો

2 કાળા મરી

2 ડુંગળી

મીઠું સ્વાદ અનુસાર

4 ટેબલ સ્પૂન હળદર

3/4 ટીસ્પૂન લાલ મરચું

1/2 ટીસ્પૂન આમળા પાવડર

1 ટેબલ સ્પૂન ધાણાજીરું

1/2 ટીસ્પૂન ગરમ મસાલા

1 કપ દહીં

તેલ જરૂર પ્રમાણે

જાણો રોટલીના કોફ્તા બનાવવાની રીત

રોટલીના કોફ્તા બનાવવા માટે સૌ પહેલા રાતની બચેલી રોટલીને તવા પર ગરમ કરો અને કડક કરી લો. હવે તેને મિક્સરમાં નાંખો અને પીસી લો. એક વાસણમાં તેને લઈને મેશ કરેલા બટાકા ઉમેરો. હવે તેમાં હળદર, લાલ મરચું, આમળા પાવડર, ધાણા પાવડર, ગરમ મસાલો, મીઠું, લીલા મરચા અને ડુંગળી મિક્સ કરો. તેમાં બેસનને મિક્સ કરો અને કોફ્તાના ગોળ શેપ બનાવો. તેને તળી લો. એક પેન લો અને તેમાં જીરું મિક્સ કરો. જીરા બાદ આખા લાલ મરચા મિક્સ કરો. તમાલપત્ર અને લસણ મિક્સ કરો. તેમાં ડુંગળી નાંખો અને શેકી લો. ડુંગળી શેકાઈ જાય તો તેમાં મસાલા મિક્સ કરો. ત્યારબાદ તેમાં ટામેટા નાંખો અને શેકો. તેમાં દહીં મિક્સ કરો. તેને સતત હલાવતા રહો. તેમાં પાણી મિક્સ કરો અને ગ્રેવીમાં કોફ્તા મિક્સ કરો. તમારી રોટલી કોફ્તાની ડિશ તૈયાર થઈ જશે. 

  • Follow us on: